ખંભાની ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થયો આફ્રિકન કેપ્ટન પ્લેસિસ

દક્ષિણ આફ્રિકાએ પાંચ વનડે મેચોની શ્રેણીમાં 3-0ની લીડ મેળવી લીધી છે. ઈજાગ્રસ્ત ફાફ ડુ પ્લેસિસ શ્રેણીની બાકીને બે મેચો સિવાય એક ટી-20 મેચમાં પણ રમશે નહીં. 

ખંભાની ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થયો આફ્રિકન કેપ્ટન પ્લેસિસ

કેન્ડીઃ ખંભાની ઈજાને કારણે દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. આ ઈજાને કારણે ફાફ વનડે શ્રેણીના બાકીના બે મેચ રમી શકશે નહીં. આ સાથે તે શ્રીલંકા વિરુદ્ધ એકમાત્ર ટી-20 મેચ પણ ગુમાવશે. 

શ્રીલંકા વિરુદ્ધ શ્રેણીની ત્રીજી વનડેમાં ફિલ્ડિંગ કરતા સમયે 10મી ઓવરમાં કેચ પકડવાના પ્રયત્નમાં પ્લેસિસ પડી ગયો અને તેને ડાબા ખંભામાં ઈજા થઈ. આ કારણે તે સારવાર માટે તુરંત મેદાનની બહાર ચાલ્યો હતો હતો. 

— Cricket South Africa (@OfficialCSA) August 6, 2018

પ્લેસિસની ઈજામાં રાહત થવામાં ઓછામાં ઓછા છ સપ્તાહનો સમય લાગશે. ચિકિત્સકોએ કહ્યું, પ્લેસિસના ડાબા ખંભામાં ઈજા થઈ છે. આ કારણે તે શ્રીલંકાના પ્રવાસમાં બાકીની મેચો માટે ટીમમાં સામેલ થઈ શકશે નહીં. તેણે આશરે 6 સપ્તાહ સુધી પુનર્વસનમાં રહેવું પડશે. તેની વાપસીનો સમય પણ જલ્દી જણાવી દેવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news