ENG Vs WI: વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, બે નવા ખેલાડીઓને મળી તક

ઈંગ્લેન્ડે આગામી મહિને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનાર પાંચ મેચોની ટી20 સિરીઝ માટે 16 ખેલાડીઓની ટીમ જાહેર કરી છે. જેમાં બે અનકેપ્ડ ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. 

ENG Vs WI: વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, બે નવા ખેલાડીઓને મળી તક

લંડનઃ ઈંગ્લેન્ડના પસંદગીકારોએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આગામી મહિને રમાનારી 5 મેચોની ટી20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ઈંગ્લેન્ડે 16 સભ્યોની ટીમ જાહેર કરી છે. તેમાં બે અનકેપ્ડ ખેલાડીઓ પણ સામેલ છે. ટીમની કમાન ઈયોન મોર્ગનને સોંપવામાં આવી છે. ફાસ્ટ બોલર ડેવિડ પાયનેને પ્રથમવાર ટીમમાં તક મળી છે. આ સિવાય જોર્જ ગાર્ટન બીજો અનકેપ્ટ ખેલાડી છે, જેને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. 

પોલ કોલિંગવુડને 22-30 જાન્યુઆરી સુધી બારબાડોસમાં રમાનારી પાંચ મેચોની ટી20 સિરીઝ માટે ટીમના હેડ કોચ બનાવવામાં આવ્યા છે. ટીમમાં 11 ખેલાડીઓને જગ્યા મળી છે, જેણે પાછલા મહિને યૂએઈમાં રમાયેલ ટી20 વિશ્વકપમાં ભાગ લીધો હતો. 30 વર્ષના પાયનેને આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડની વનડે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને રમવાની તક મળી નહીં. ડેવિડ મલાન, જોની બેયરસ્ટો, જોસ બટલર, માર્ક વુડ, ક્રિસ વોક્સ, ટોમ કરન અને ડેવિડ વિલીને ટી20 ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. 

પોલ કોલિંગવુડે કહ્યુ- અમારે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20 વિશ્વકપ પહેલા તૈયારી શરૂ કરતા કેટલાક સીરિયસ બેટિંગ પાવર અને બેલેન્સ એટેકની સાથે એક મજબૂત ટીમની પસંદગી કરી છે. વિશ્વકપમાં એક વર્ષ કરતા ઓછો સમય બાકી છે અને એશિઝ ટીમમાં સામેલ ખેલાડીઓની ગેરહાજરીમાં અન્ય ખેલાડીઓને તક મળશે. 

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ
ઇયોન મોર્ગન (કેપ્ટન), મોઈન અલી, સેમ બિલિંગ્સ, લિયામ ડોસન, જોર્જ ગાર્ટન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, સાકિબ મહમૂદ, ટાઇમલ મિલ્સ, ડેવિડ પાયને, આદિલ રાશિદ, જેસનરોટ, ફિલ સાલ્ટ, રિસ ટોપલે, જેમ્સ વિન્સ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news