T20 World Cup માટે પાકિસ્તાનની ટીમ જાહેર, આ દિગ્ગજ ખેલાડીઓ થયા બહાર

પાકિસ્તાને યૂએઈમાં રમાનાર આઈસીસી ટી20 વિશ્વકપ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. આ સાથે ટીમમાં ત્રણ રિઝર્વ ખેલાડીઓને તક આપવામાં આવી છે. 
 

T20 World Cup માટે પાકિસ્તાનની ટીમ જાહેર, આ દિગ્ગજ ખેલાડીઓ થયા બહાર

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સોમવારે ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને ટી20 વિશ્વકપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમમાં શોએબ મલિક અને મોહમ્મદ આમિરને તક આપવામાં આવી નથી. 15 સભ્યોની ટીમ સિવાય ત્રણ રિઝર્વ ખેલાડીઓને તક આપવામાં આવી છે. ટી20 વિશ્વકપમાં 24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. 

ટી20 વિશ્વકપ માટે પાકિસ્તાનની ટીમ
બાબર આઝમ, શાદાબ ખાન, આસિફ અલી, આઝમ ખાન, હેરિસ રાઉફ, હસન અલી, ઇમાદ વસીમ, ખુશદિલ શાહ, મોહમ્મદ હાફીઝ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ, શાહીન શાહ આફ્રિદી, શોએબ મકસૂદ.

રિઝર્વ ખેલાડી- શાહનવાઝ દાની, ઉસ્માન કાદિર, ફખર જમાન.
પાકિસ્તાન ટી20 ટીમમાં આસિફ અલી અને ખુશદિલ શાહની વાપસી થઈ છે. પાકિસ્તાને ટી20 વિશ્વકપ પહેલા ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સામે ટી20 સિરીઝ રમવાની છે. આસિફ અને ખુશદિલને ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્રદર્શનને આધારે ટીમમાં જગ્યા મળી છે. 

ટી20 વિશ્વકપ માટે પાકિસ્તાન ટીમની જાહેરાત બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ઉથલ-પુથલ મચી છે. ટીમના હેડ કોચ મિસ્બાહ ઉલ હક અને બોલિંગ કોચ વકાર યૂનિસે પોતાના પદેથી રાજીનામું આપી દીધુ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ વાતની જાણકારી આપી છે. મિસ્બાહ અને વકારને સપ્ટેમ્બર 2019માં ટીમના કોચ બનાવવામાં આવ્યા હતા અને તેનો એક વર્ષનો કાર્યકાળ બાકી હતો. ટી20 વિશ્વકપ માટે પસંદ કરાયેલી પાકિસ્તાની ટીમમાં ફખર જમાન અને શોએબ મલિક જેવા અનુભવી ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news