સફેદ વાળ કાળા કરવા માટેનો ગજબનો ઘરગથ્થું ઉપાય, ડુંગળીના રસમાં ભેળવો આ વસ્તુ

આજકાલ નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગ્યા છે. આવામાં સફેદ વાળને કાળા કરવા માટે લોકો મહેંદી, કલર કે ડાઈ કરતા હોય છે. પરંતુ તેમાં હાનિકારક કેમિકલ્સ હોય છે જે તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. આવામાં સફેદ વાળની સમસ્યાને દૂર કરવા માટે તમે ઘરેલુ ચીજોનો ઉપયોગ કરી શકો છો.

સફેદ વાળ કાળા કરવા માટેનો ગજબનો ઘરગથ્થું ઉપાય, ડુંગળીના રસમાં ભેળવો આ વસ્તુ

સફેદ વાળની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે. એક સમય હતો કે જ્યારે સફેદ વાળ થાય ત્યારે તે વૃદ્ધાવસ્થાની નિશાની ગણાતી હતી. પરંતુ આજકાલ નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગ્યા છે. આવામાં સફેદ વાળને કાળા કરવા માટે લોકો મહેંદી, કલર કે ડાઈ કરતા હોય છે. પરંતુ તેમાં હાનિકારક કેમિકલ્સ હોય છે જે તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. આવામાં સફેદ વાળની સમસ્યાને દૂર કરવા માટે તમે ઘરેલુ ચીજોનો ઉપયોગ કરી શકો છો. આ વસ્તુઓમાં ડુંગળી પણ સામેલ છે. હેર ફોલ રોકવાથી  લઈને વાળને નેચરલી કાળા કરવામાં ડુંગળીનો રસ ખુબ પ્રભાવી છે. જો તમે પણ સફેદ વાળની સમસ્યાથી પરેશાન હોવ તો ડુંગળીનો રસ અનેક રીતે ઉપયોગમાં લઈ શકો છો. સફેદ વાળને કાળા કરવા માટે ડુંગળીનો રસ કેવી રીતે વાપરવો તે ખાસ જાણો...

ડુંગળીના રસના ફાયદા
ડુંગળીના રસમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડન્ટ હોય છે. જે વાળને સફેદ થતા રોકે છે. તેમાં રહેલું સલ્ફર વાળને ખરતા રોકે છે. હેર ગ્રોથને પ્રોત્સાહન આપે છે. એન્ટી  બેક્ટીરિયલ ગુણો પણ હોય છે જે ડેન્ડ્રફથી છૂટકારો અપાવવામાં મદદ કરે છે. વાળમાં ડુંગળીનો રસ લગાવવાથી વાળ લાંબા કાળા અને મજબૂત થાય છે. 

વાળ કાળા કરવા માટેના ઉપાય

ડુંગળીનો રસ અને નારિયેળ તેલ
સફેદ વાળને કાળા કરવા માટે તમે ડુંગળીના રસને નારિયેળ તેલ (કોપરેલ) સાથે ભેળવીને લગાવી શકો છો. આ માટે આ બંને ચીજોને સરખા પ્રમાણમાં મિક્સ કરીને વાળમાં લગાવો. ત્યારબાદ અડધો કલાક રહેવા દો અને પછી માઈલ્ડ શેમ્પુથી ધોઈ નાખો. થોડા અઠવાડિયા સુધી તેનો આ રીતે ઉપયોગ કરવાથી તમારા વાળ કાળા થવા લાગશે. 

ડુંગળીનો રસ અને આંબળાનો જ્યૂસ
સફેદ વાળને નેચરલી કાળા કરવા માટે તમે ડુંગળીના રસમાં આંગળાનો જ્યૂસ ભેળવીને લગાવી શકો છો. આ માટે એક વાટકીમાં બે  ચમચી ડુંગળીનો રસ અને બે ચમચી આંબળાનો જ્યૂસ લો. આ મિશ્રણને બરાબર મિક્સ કરીને વાળમાં એક-બે કલાક માટે લગાવો. ત્યારબાદ વાળને કોઈ માઈલ્ડ શેમ્પુથી ધોઈ નાખો. સારા પરિણામ માટે અઠવાડિયામાં એકથી બેવાર તેનો ઉપયોગ કરો. 

ડુંગળીનો રસ અને એલોવીરા
વાળને કાળા કરવા માટે તમે ડુંગળીના રસને એલોવીરા સાથે ભેળવીને લગાવી શકો છો. આ માટે એલોવીરા જેલ અને ડુંગળીનો રસ સરખા પ્રમાણમાં લો. આ મિશ્રણને તમારા વાળમાં લગાવો અને 2થી 3 કલાક માટે રહેવા દો. ત્યારબાદ વાળ માઈલ્ડ શેમ્પુથી ધોઈ નાખો. અઠવાડિયામાં બેથી ત્રણ વખત તેનો ઉપયોગ કરી શકો છો. તે વાળની અનેક સમસ્યાઓમાં મદદરૂપ થશે. 

(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news