પ્રથમ T20માં ટીમ ઇન્ડીયાની ધમાકેદાર જીત, ઓસ્ટ્રેલિયાને 11 રનથી આપી માત

કૈનબરાના મનુકા ઓવલમાં પહેલાં જ ટી-20 મુકાબલામાં ટીમ ઇન્ડીયાએ ઓસ્ટ્રેલિયા (IND vs AUS)ને 11 રનોથી માત આપી છે. મુકાબલામાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પહેલાં બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

પ્રથમ T20માં ટીમ ઇન્ડીયાની ધમાકેદાર જીત, ઓસ્ટ્રેલિયાને 11 રનથી આપી માત

નવી દિલ્હી:  કૈનબરાના મનુકા ઓવલમાં પહેલાં જ ટી-20 મુકાબલામાં ટીમ ઇન્ડીયાએ ઓસ્ટ્રેલિયા (IND vs AUS)ને 11 રનોથી માત આપી છે. મુકાબલામાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પહેલાં બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલાં બેટીંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 161 રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમા6 7 વિકેટ ગુમાવીને 150 રન જ બનાવી શકી.  

ટીમ ઇન્ડીયાએ જીત સાથે કરી સીરીઝની શરૂઆત
ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 150 રન બનાવી શકી હતી. 

ગ્લેન મૈક્સવેલ થયા ફ્લોપ
ટી નટરાજનને શાનદાર બોલીંગ કરતાં મૈક્સવેલની વિકેટ લીધી. મૈક્સવેલ ફક્ત 2 રન બનાવીને આઉટ થયા. 

ચહલે સ્મિથને કર્યો આઉટ 
ચહલને બીજી સફળતા મળી છે. સ્ટીવ સ્મિથ 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા છે. 

આરોન ફિંચની ઇનિંગ સમાપ્ત
ઓસ્ટ્રેલિયાની ટીમને પહેલો આંચકો લાગ્યો છે. કેપ્ટન ફિંચ 35 રન બનાવીને ચહેલના બોલ પર આઉટ થઇ ગયા છે. 

પાવરપ્લેમાં ઓસ્ટ્રેલિયાની તોફાની શરૂઆત
ઓસ્ટ્રેલિયાઇ ટીમે પાવરપ્લેએ શાનદાર શરૂઆત કરી છે. પહેલાં 6 ઓવરમાં કંગારૂઓનો સ્કોર છે 53-0

ઓસ્ટ્રેલિયાની ઇનિંગ શરૂ
162 રનના લક્ષ્યનો પીછો કરતાં ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે ઇનિંગની શરૂઆત કરી દીધી છે. ટીમના ઓપનર બેટ્સમેન ક્રીજ પર. 

ભારતે બોર્ડ પર ફટકાર્યા 161 રન
ટીમ ઇન્ડીયાએ પહેલાં બેટીંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાને જીત માટે 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 

જાડેજાએ ખોલ્યા હાથ
રવિન્દ્ર જાડેજાએ એ જ કર્યું જેની ટીમને જરૂર હતી 18મી ઓવરમાં અંતિમ બોલ પર જાડેજા ફટકાર્યા 6,4,4.

હાર્દિક પંડ્યા પરત પેવેલિયન
ભારતને મોટો ઝટકો લાગ્યો છે. હાર્દિક પંડ્યા 15 બોલમાં 16 રન બનાવીને મોઇજેસ હેનરિક્સનો શિકાર બની ગયા છે. 

કેએલ રાહુલ આઉટ
કેએલ રાહુલ બિન જરૂરી શોટ લગાવીને પોતાનો કેચ શોન એબ્બટને આપી બેઠા. રાહુલની વિકેટ મોઇઝેસ હેનરિક્સને પ્રાપ્ત થઇ. 

મનીષ પાંડેય પણ ફ્લોપ
મનીષ પાંડેયને શ્રેયસ અય્યરની જગ્યાએ તક મળી હતી, પરંતુ તે નિષ્ફળ રહ્યા અને ફક્ત 2 રન બનાવીને આઉટ થઇ ગયા. 

સૈમસન આઉટ
સંજૂ સૈમસને સારા શોટ ફટકાર્યા હતા, પરંતુ તે 23 રનના સ્કોર પર મોઇઝેસ હેનરિક્સનો શિકાર બન્યા. 

રાહુલની ફિફ્ટી
કેએલ રાહુલે શાનદાર ઇનિંગ રમતાં ફક્ત 37 બોલમાં પોતાના ટી-20 કેરિયરની 12મી ફિફ્ટી ફટકારી. 

કેપ્ટન કોહલી પણ નિષ્ફળ 
વિરાટ કોહલી પણ લાંબી ઇનિંગ રમી શક્યા નહી અને ફક્ત 9 રન બનાવીને મિશેલ સ્વીપસનના બોલનો શિકાર બન્યા. 

શિખર ધવન ફ્લોપ 
ટીમ ઇન્ડીયાના ઓપનર શિખર ધવાન ફક્ત 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. તેમણે મિશેલ સ્ટાર્કએ પોતાનો શિકાર બનાવ્યો. 

ઓસ્ટ્રેલિયાએ જીત્યો ટોસ
મેજબાન ટીમએ ટોસ જીત્યો અને ભારતને પહેલાં બેટીંગ માટે બોલાવી. ભારતને જીત પ્રાપ્ત કરવા માટે મોટો સ્કોર બનાવવો પડશે. 

ટી નટરાજનનનું ટી-20 ડેબ્યૂ
આજે ટીમ ઇન્ડીયાના યોર્કર કિંગ ટી નટરાજન (T Natarajan) પોતાની ટી-20 ઇન્ટરનેશનલ કેરિયરની શરૂઆત કરી રહ્યા છે. આ મેદાન પર તેમણે 2 દિવસ પહેલાં વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news