IND vs AUS: ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સીરિઝ જીતી, પાકિસ્તાનને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
India vs Australia: ભારતીય ટીમે શુક્રવારે રાયપુરમાં રમાયેલી ચોથી ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 20 રનથી હરાવ્યું છે. તેની સાથે 5 મેચોની સીરિઝમાં 3-1થી અજેય લીડ મેળવી લીધી છે. સૂર્યકુમાર યાદવનું કેપ્ટનશિપમાં ડેબ્યૂ પણ સીરિઝ જીતની સાથે થયું છે.
Trending Photos
India vs Australia 4th T20 Highlights : ભારતીય ક્રિકેટ ટીમે શુક્રવારે રાયપુરમાં રમાયેલી ચોથી ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 20 રનથી હરાવ્યું છે. તેની સાથે 5 મેચોની આ સીરિઝ પર કબજો મેળવી લીધો છે. વિસ્ફોટક બેટર સૂર્યકુમાર યાદવે બતોર કેપ્ટનશિપ ડેૂબ્યૂ પણ સીરિઝમાં જીતની સાથે કર્યું છે. આ મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ પર 174 રન બનાવ્યા હતા, તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટ પર માત્ર 154 રન જ બનાવી શક્યું હતું.
ટી20માં સૌથી વધુ જીત
ભારતીય ટીમે આ મેચની સાથે ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધારે મેચ જીતીને એક રેકોર્ડ બનાવ્યો છે. ભારતે 213 મેચોમાંથી 136 જીતી છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને પછાડ્યું છે. પાકિસ્તાનના ખાતામાં ટી20 આંતરારાષ્ટ્રીયમાં 135 મેચ જીતી છે અને ભારત તેનાથી આગળ નીકળી ગયું છે. જ્યારે ભારતે ઘર આંગણે સળંગ 14મી સિરિઝ જીતી છે.
રિંકૂ અને યશસ્વીને દેખાડ્યો દમ
ભારત માટે રિંકૂ સિંહે 46 રન બનાવીને ટોપ સ્કોરર રહ્યો હતો. તેમણે 29 બોલ પર 4 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ 28 બોલ પર 6 ચોગ્ગા અને 1 સિક્સર ફટકારીન 37 રન જોડ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે 32 જ્યારે વિકેટકીપર બેટર જિતેશ શર્મા 19 બોલ પર 1 ચોગ્ગા અને 3 સિક્સર ફટકારતા 35 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા માટે બેન ડ્વારશુઈસે 3 વિકેટ લીધી હતી. જેસન બેહરેનડોર્ક અને તનવીર સાંઘાએ 2-2 વિકેટ લીધી હતી. આરોન હાર્ડીએ 1 વિકેટ લીધી હતી.
અક્ષર અને દીપકે કર્યો કમાલ
ઓસ્ટ્રેલિયા લક્ષ્યાંકનો પીછો કરતા 52 રનમાં પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી. રવિ બિશ્રોઈએ ઓપનર જોશ ફિલિપને આઉટ કરી ઓસ્ટ્રેલિયાને પહેલો ઝટકો આપ્યો હતો. પછી અક્ષર પટેલે સતત 3 વિકેટ ઝડપી અને ઓસ્ટ્રેલિયાની હાલત ખરાબ થઈ ગઈ. કેપ્ટન મેથ્યુ વેડ અંત સુધી અડગ રહ્યો જેણે 23 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને 36 રનનું યોગદાન આપ્યું. ઓપનર ટ્રેવિસ હેડે પણ 31 રન બનાવ્યા હતા. સ્પિનર અક્ષર પટેલે 16 રનમાં 3 વિકેટ લીધી હતી. દીપક ચહરે 2 વિકેટ લીધી હતી, પરંતુ 44 રન આપ્યા હતા. રવિ બિશ્નોઈ અને અવેશ ખાનને 1-1 વિકેટ મળી હતી.
છેલ્લી 2 ઓવરમાં 7 રન, 5 વિકેટ પડી
આ પહેલા રિંકુ સિંહે 29 બોલમાં 46 રન અને જીતેશ શર્માએ 19 બોલમાં 35 રન બનાવ્યા હતા, પરંતુ આ પછી ઓસ્ટ્રેલિયાએ ભારતને નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 174 રન જ બનાવવા દીધા હતા. 18.3 ઓવરમાં ભારતનો સ્કોર 4 વિકેટે 167 રન હતો પરંતુ પછી ટીમે છેલ્લી 2 ઓવરમાં માત્ર 7 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આમાં ઓસ્ટ્રેલિયાના બોલર બેન દ્વારશુઈસ (40 રનમાં 3 વિકેટ) અને જેસન બેહરેનડોર્ફ (32 રનમાં 2 વિકેટ) મહત્વની ભૂમિકા ભજવી હતી.
યશસ્વીએ કરી શાનદાર શરૂઆત
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું અને એરોન હાર્ડીએ મેડન ઓવરથી શરૂઆત કરી. યશસ્વી જયસ્વાલે (28 બોલમાં 37 રન) બેહરનડોર્ફ પર સુંદર કવર ડ્રાઈવ સાથે શરૂઆત કરી. યશસ્વીએ દ્વારશુઈસની ત્રીજી ઓવરમાં 3 ચોગ્ગા ફટકારીને ભારતીય ટીમ માટે સારી શરૂઆત કરી હતી. રુતુરાજ ગાયકવાડ (28 બોલમાં 32 રન) બીજા છેડે શાંત હતો અને જયસ્વાલને ઝડપી ગતિએ રન બનાવ્યા હતા. ચોથી ઓવરમાં તેને પ્રથમ તક મળતા જ તેણે બેહરનડોર્ફના બોલ પર શાનદાર ચોગ્ગો ફટકારીને પોતાનું ખાતું ખોલાવ્યું હતું. બેન મેકડર્મોટે દોડતી વખતે મિડ-ઓન પર જયસ્વાલનો સારો કેચ લીધો, જેના કારણે ભારતે પાવરપ્લેમાં એક વિકેટે 50 રન બનાવ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે