IND vs IRE: IPL ના સ્ટાર ખેલાડીઓને મળશે તક, જાણો કેવી હશે ટીમ ઈન્ડિયાની Playing XI

ભારત અને આયર્લેન્ડ (IND vs IRE) વચ્ચે 18 ઓગસ્ટથી ટી20 સિરીઝની શરૂઆત થશે. ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ સામે જસપ્રીત બુમરાહની આગેવાનીમાં ઉતરશે. આ સિરીઝમાં ઘણા આઈપીએલ સ્ટાર પર્દાપણ કરી શકે છે. 

IND vs IRE: IPL ના સ્ટાર ખેલાડીઓને મળશે તક, જાણો કેવી હશે ટીમ ઈન્ડિયાની Playing XI

નવી દિલ્હીઃ ભારત અને આયર્લેન્ડ (IND vs IRE)વચ્ચે આવતીકાલથી ટી20 સિરીઝની શરૂઆત થવાની છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા સહિત કેટલાક પ્લેયર્સને આરામ આપવામાં આવ્યો છે. ત્યારબાદ ટીમની કમાન વાપસી કરી રહેલા સ્ટાર બોલર જસપ્રીત બુમરાહને સોંપવામાં આવી છે. આ સિરીઝમાં આઈપીએલ 2023ના ઘણા સ્ટાર ખેલાડીઓને તક આપવામાં આવી રહી છે. કેટલાક ખેલાડીઓને આ સિરીઝમાં પર્દાપણ કરવાની તક મળશે.

આ સિરીઝમાં ઋતુરાજ ગાયકવાડને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જે એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે. ગાયકવાડે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યા બનાવવાની ગાયકવાડ પાસે સારી તક છે. આ સિવાય આઈપીએલમાં સતત પાંચ સિક્સ ફટકારી ચર્ચામાં આવેલા રિંકૂ સિંહનું પણ ડેબ્યૂ થઈ શકે છે. જ્યારે જીતેશ શર્મા, ઓલરાઉન્ડર શિવમ દુબે, વોશિંગટન સુંદર, શાહબાઝ અહમદ જેવા પ્લેયર્સો પણ લાઇનમાં લાગેલા છે. હવે જોવાનું છે કે ટીમ ઈન્ડિયા કઈ રણનીતિ સાથે મેદાનમાં ઉતરે છે. 

રિંકૂ સિંહ પાસે શાનદાર તક
રિંકૂ સિંહે આઈપીએકમાં એક બાદ એક શાનદાર ઈનિંગ રમી લોકોના દિલ જીતી લીધા હતા. સતત સિક્સોનો ચમત્કાર તેણે એકવાર ન દેખાડ્યો પરંતુ શાનદાર ફિનિશરની ભૂમિકા ભજવી હતી. તેવામાં રિંકૂ સિંહ પ્રથમ મેચમાં પર્દાપણ કરી શકે છે. રિંકૂ સિંહ મિડલ ઓર્ડરમાં કે ફિનિશરના રૂપમાં બેટિંગ કરી શકે છે. 

શું હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની Playing XI?
ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જાયસવાલ, તિલક વર્મા, શિવમ દુબે, રિંકૂ સિંહ, સંજૂ સેમસન, વોશિંગટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, જસપ્રીત બુમરાહ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news