IND vs SA: ભારત સામે વનડે સિરીઝ માટે આફ્રિકાની ટીમ જાહેર, આ યુવા ખેલાડીને મળી તક
સેન્ચુરિયન ટેસ્ટમાં આફ્રિકાની હાર બાદ અચાનક ટેસ્ટ ક્રિકેટથી નિવૃતિ લેનારા 29 વર્ષીય ડિ કોકને પણ વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર એનરિક નોર્ત્જે ઈજાને કારણે ટીમમાં જગ્યા બનાવી શક્યો નથી.
Trending Photos
નવી દિલ્હીઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 19 જાન્યુઆરીથી શરૂ થનારી વનડે સિરીઝ માટે યજમાન આફ્રિકાએ ટીમની જાહેરાત કરી દીધી છે. યુવા ફાસ્ટ બોલર માર્કો જેનસનને વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જેનસને હજુ સુધી વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. જેનસને સેન્ચુરિયન ટેસ્ટમાં પર્દાપણ કર્યુ હતું. ટીમનું નેતૃત્વ ટેમ્બા બાવુમા કરશે. વનડે સિરીઝ માટે આફ્રિકાએ 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. કેશવ મહારાજ વાઇસ કેપ્ટન હશે.
સેન્ચુરિયન ટેસ્ટમાં આફ્રિકાની હાર બાદ અચાનક ટેસ્ટ ક્રિકેટથી નિવૃતિ લેનારા 29 વર્ષીય ડિ કોકને પણ વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર એનરિક નોર્ત્જે ઈજાને કારણે ટીમમાં જગ્યા બનાવી શક્યો નથી. ડ્વેન પ્રિટોરિયસની પણ ટીમમાં વાપસી થઈ છે. વેન પાર્નેલ અને ઝુબૈર હમઝા પણ ટીમમાં છે. તેને નેધરલેન્ડ સામે વનડે સિરીઝ માટે ટીમમાં તક આપવામાં આવી હતી.
Seamer Marco Jansen receives his maiden #Proteas ODI squad call-up as Temba Bavuma returns to captain the side for the #BetwayODISeries against India 🇿🇦
Wayne Parnell, Sisanda Magala and Zubayr Hamza retain their spots 💚#SAvIND #BePartOfIt pic.twitter.com/Nkmd9FBAb3
— Cricket South Africa (@OfficialCSA) January 2, 2022
હમઝાએ નેધરલેન્ડ વિરુદ્ધ પર્દાપણ કર્યુ હતુ. ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ બાદ વનડે સિરીઝ રમાશે. ટેસ્ટ સિરીઝમાં આ સમયે ટીમ ઈન્ડિયા 1-0થી આગળ ચાલી રહી છે. બીજી ટેસ્ટ કાલથી જોહનિસબર્ગમાં રમાશે. ત્રણ વનડે મેચ પાર્લ અને કેપટાઉનમાં 19, 21 અને 23 જાન્યુઆરીએ રમાશે.
ભારત વિરુદ્ધ વનડે સિરીઝ માટે આફ્રિકાની ટીમ
ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડિકોક, જુબૈર હમઝા, કેશવ મહારાજ, એડન માર્કરમ, ડેવિડ મિલર, વેન પાર્નેલ, જાનેમૈન મલાન, સિસાંડા મગાલા, લુંગી એનગિડી, એન્ડિલે ફેહલુકવાયો, ડ્વેન પ્રિટોરિયસ, કગિસો રબાડા, રૈસી વાન ડેર ડુસેન, તબરેઝ શમ્સી, માર્કો જેનસન, કાયલે વેરેને.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે