INDvsWI: ઘોનીએ 13 વર્ષ પહેલા આ મેદાનમાં મારી હતી પ્રથમ સદી, માહીના જીવનનો બન્યો ટર્નીંગ પોઇન્ટ

ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે બીજી મેચ રમાશે. ભારતીય ટીમ પ્રથમ મેટ જીતીને પાંચ મેચોની વનડ્ સીરીઝમાં 1-0થી આગળ છે. 

INDvsWI: ઘોનીએ 13 વર્ષ પહેલા આ મેદાનમાં મારી હતી પ્રથમ સદી, માહીના જીવનનો બન્યો ટર્નીંગ પોઇન્ટ

નવી દિલ્હી: ભારત અને વેસ્ટઇન્ડિઝની ટીમ વચ્ચે બુધવારે વિશાખાપટ્ટનમના વાયએસ રાજશેખર રેડ્ડી મેદાનમાં સીરીઝની બીજી વનડે રમાશે. ભારતે આ મેદાનમાં હંમેશા સારૂ પ્રદર્શન કર્યું છે. ભારતે આ મેદાનમાં રમેલા 7 વનડેમાંથી 6માં જીત મેળવી છે. આવામાં ક્રિકેટ પ્રેમીઓ આશા રાખી શકે છે, કે વેસ્ટઇન્ડીઝ ટીમ સામે જીતનો સિલસિલો યથાવત રાખશે. ભારતીય ટીમે વેસ્ટઇન્ડિઝને પહેલી મેચમાં હાર આપીને પાંચ મેચોની વનડે સીરીઝમાં 1-0થી આગળ ચાલી રહી છે. 

વિરાટ કોહલી આ મેદાનનો સુપરસ્ટાર 
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આ મેદાનમાં સૌથી મોટો સુપરસ્ટાર છે. વિરાટ કોહલીએ અહિં ચાર મેચોમાં 99.75ની એવરેજથી 399 રન બનાવ્યા છે. આ મેદાન પર સૌથી વધુ રન  બનાવનારો ખેલાડી છે. વિરાટને આ મેદાન પર 2 સદી અને 2 ફિફ્ટી મારી છે. વિરાટનો હાઇએસ્ટ સ્કોર 118 રન છે. જે વિરાટે 2010માં ઓસ્ટ્રેલીયા સામે બનાવ્યા હતા.

ઘોનીએ આ મેદાન પર રમી સૌથી મોટી ઇનિંગ
આ મેદાન પર સૌથી મોટી ઇનિંગ રમવાનો રેકોર્ડ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ઘોનીના નામે છે. ધોનીએ આહિ 2005માં પાકિસ્તાન વિરૂદ્ધ 123 બોલમાં 148 રન બનાવ્યા છે. આ મેચમાં રમેલી ઇનિંગ તેના જીવનનો ટર્નિગ પોઇન્ટ માનવામાં આવી રહ્યો છે. સૌરવ ગાંગુલીએ ધોનીને પ્રમોટ કરીને ત્રીજા નંબર પર પ્રમોટ કરી બેંટીગ કરવા કહ્યું હતું, અને ધોનીએ તોફાની બેટીંગ કરી હતી. ધોનીની આ પાંચની વનડે મેચ હતી.

300 રનનો સ્કોર માત્ર એક જ વાર બન્યો 
ભારતીય મેદાન મોટા સ્કોર માટે ઓળખાય છે. પરંતુ આ મેદાનમાં માત્ર એક જ વાર 300 રનનો સ્કોર બાનાવ્યો હતો. ભારતે 2005માં પાકિસ્તાન વિરૂદ્ધ 356/9 રન બનાવ્યા હતા.જેમાં ધોનીની તોફાની સદી પણ સામેલ છે. આ મેદાન પર બીજો સોથી મોટો સ્કોર પાકિસ્તાન(298)ના નામે છે. પરંતુ આ મેચમાં આટલા રને બનાવીને ભારત 58 રનથી હારી ગયુ હતું. આ મેદાન પર સૌથી ઓછો સ્કોર ન્યૂઝિલેન્ડના નામે છે. ભારતે 2016માં તેને 79 રનમાં જ ઓલ આઇટ કરી દીધું હતું. 

નેહરા અને રામપાલ બિજાગના બેસ્ટ બોલર 
આ મેદન પર સોથી વધારે વિકેટ લેવાનો સંયુક્ત રોકોર્ડ આશીષ નેહરા અને વેસ્ટઇન્ડીઝના રવિ રામપાલના નામે છે. આ બંન્નેએ અહિં બે-બે મેચોમાં છ-છ વિકેટ લીધેલી છે. લેગસ્પિનર અમિત મિશ્રા એક જ મેચમાં આ મેદાન પર પાંચ વિકેટ લઇ ચૂક્યા છે. તેમણે ન્યૂઝિલેન્ડની સામે આ પ્રદર્શન કર્યું હતું. ઉમેશ યાદવ અને બે મેચમાં રવિચંદ્ર અશ્વિન તીણ મેચમાં ચાર-ચાર વિકેટ લઇ ચૂક્યા છે. આ સિવાય કોઇ પણ બોલર ચાર અથવા તેના કરતા વધારે વિકેટ લઇ શક્યો નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news