ભાજપે યૂપીમાં મહાગઠબંધન તોડ માટે ઘડ્યો નવો પ્લાન, કંઇક આવો છે ફોર્મૂલા
2019 લોકસભા ચૂંટણીને જોતા ભાજપ અત્યારથી તૈયારીઓમાં લાગી ગઇ છે. ઉત્તર પ્રદેશ ભાજપે લોકસભા ચૂંટણીને જોઇ આગળના 3 મહિનામાં ઘણા મોટા કાર્યક્રમ કરવાની યોજના બનાવી છે.
Trending Photos
ઉત્કર્ષ ચતુર્વેદી, લખનઉ: 2019 લોકસભા ચૂંટણીને જોતા ભાજપ અત્યારથી તૈયારીઓમાં લાગી ગઇ છે. ઉત્તર પ્રદેશ ભાજપે લોકસભા ચૂંટણીને જોઇ આગળના 3 મહિનામાં ઘણા મોટા કાર્યક્રમ કરવાની યોજના બનાવી છે. યૂપી ભાજપનો પ્રયત્ન છે કે આ કાર્યક્રમો દ્વારા પાર્ટી સીધા તે વોટર સુધી પહોંચી શકે જે કેન્દ્રની યોજનાઓના લાભાર્થી છે. ભાજપ લોકસભા ચૂંટણી પહેલા સીધા સંવાદના ફોર્મૂલા પર કામ કરી રહી છે. પાર્ટીનું માનવું છે કે લાભાર્થીઓ સાથે સીધો સંવાદ એક એવું હથિયાર બની શકે છે, જો કે, કસ્બામાં મહાગઠબંધનનું તોડ બની શકે છે.
ભાજપના પ્લાનની જો વાત કરીએ તો ભાજપે આગળના 3 મહિનાઓ માટે બૂથથી લઇ લાભાર્થિઓ સુધી તેમના સંગઠનને સીધી રીતે જોડવાનો ક્રાયક્રમ બનાવ્યો છે. આ કાર્યક્રમોમાં 31 ઓક્ટોબરે બધા જિલ્લાઓમાં ‘રન ફોર યૂનિટી’ દોડનું આયોજન કરશે. આ ઉપરાંત 10 થી 15 નવેમ્બરે બૂથ સમિતિના સદસ્યોને પાર્ટીના વરિષ્ઠ નેતા અને કાર્યક્રર્તા અભિનંદન પાઠવશે.
વાંચવા માટે ક્લિક કરો: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ ભાજપ માટે એન્ટી ઈન્કમ્બન્સીનો ડર, કોંગ્રેસને પરિવર્તનની તક
કેટલાક અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે...
- 17 નવેમ્બરે દરેક બૂથથી 5 કાર્યકર્તાઓ નિકળશે. તેમના ક્ષેત્રમાં લોકસભા કેન્દ્ર સુધી બાઇક રેલી આયોજીત કરવામાં આવશે.
- 1થી 15 ડિસેમ્બરે દરેક વિધાનસભા ક્ષેત્રમાં 150 કાર્યકર્તા મહાત્મા ગાંધીની 150મી પુણ્યતિથિ પર પદયાત્રા કરશે.
- 26 જાન્યૂઆરીએ પાર્ટી કમળ જ્યોત વિકાસ મહાભિયાન મનાવશે. કેન્દ્ર સરકારની યોજનાઓથી લાભાર્થિ 3 કરોડથી વધુ લાભાર્થીઓનો સમ્પર્ક કરવામાં આવશે. લાભાર્થીઓને કમળનો દીવો અને કેન્દ્ર સરકારની યોજનાઓની બુકલેટ આપવામાં આવશે. સાંજે પરિવાર કમળનો દીવો પ્રગટાવશે અને લોકોને મોદી સરકારની ઉપલબ્ધિઓ વિશે માહીતગાર કરશે.
સપા અને કોંગ્રેસે સાધ્યુ નિશાન
ત્યારે આ પ્લાન પર વિપક્ષી સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ ભાજપને ઘેરી હતી. સપાના પ્રવક્તા સુનીલ સાજને કહ્યું કે ‘ભાજપ જે વચનોની સાથે સરકારમાં આવી હતે જે તેમના 2014ના ઘોષણાપત્રમાં પણ હતા. તેમના પર કોઇ કામ થયા નથી. ભાજપની પાસે તેમના વચનોમાંથી 60 ટકાથી વધારે વચનો પર કોઇ કામ ન હોવાનો કોઇ જવાબ નથી. એવામાં આ કાર્યક્રમ કોઇ ખાસ ફાયદો કરાવશે નહી.’
વાંચવા માટે ક્લિક કરો: પાંચ રાજ્યોમાં ચૂંટણીઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ખરાખરીનો જંગ
ત્યારે કોંગ્રેસના પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે કહ્યું કે ‘‘આ વખતે ચૂંટણીમાં ‘કિતની હી ચિડિયાં ઉડે આકાશ, ચારા હે ધરતી કે પાસ’ આ લાઇન પર ચૂંટણી થશે. જેટલી પણ યાત્રાઓ ભાજપ કરે છે. હવે તેમનો વાસ્તવિક મુદ્દો જેમ કે બેરોજગારી, ખેડૂતોના પાકના ભાવ, રાફેલ કૌભાડ, શિક્ષણ, નિવેશ પર જનતાને જવાબ આપવો પડશે. આ વખતે જનતા કોઇ બનાવટી મુદ્દા પર વોટ કરશે નહીં.’’
ઉત્તર પ્રદેશમાં ગત 4 પેટા ચૂંટણીમાં પાર્ટીને વિપક્ષી એકતાની સામે હારનો સામનો કરવા પડ્યો હતો. પાર્ટી સૂત્રોંએ જણાવ્યું હતું કે ક્ષેત્રિય દળોની એકતાથી જાતીય સમીકરણ તેમની સામે થયા છે. એવામાં પાર્ટી 2019માં એક તરફ પીએમ મોદી જેવા તેમનાથી મોટા ચહેરાની સાથે ચૂંટણી લડશે. મોટા પ્રચાર કાર્યક્રમ દ્વારા વોટરને લલચાવવામાં આવશે, તો બીજી બાજુ લાભાર્થીઓ અને બૂથ સ્તરના લોકોનો સીધો સંવાદ પાર્ટીની જમીન અને મજબૂત કરવામાં સફળ થશે. જોકે પાર્ટીના માટો નેતાઓનો આ વિચાર કેટલો સફળ થાય છે તે આ ચૂંટણી પછી ખબર પડશે. પરંતુ એટવું જરૂરથી કહી શકાય કે ભાજપનો પ્લાન આગળના 3 મહીનામાં રાજ્યોની ચૂંટણી દરમિયાન પણ રાજકીય ગરમાવો જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે