INDvsNZ Schedule: ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ 2019, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ શાનદાર રહ્યો છે. ટેસ્ટ અને વનડે સિરીઝમાં ભારતીય ટીમે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. હવે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જવાની છે. 
 

INDvsNZ Schedule: ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ 2019, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

નવી દિલ્હીઃ ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ શાનદાર રહ્યો હતો. બે મહિના સુધી ચાલેલા આ પ્રવાસ પર વિરાટની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ટી20 સિરીઝ 1-1થી બરોબર કરી તો ટેસ્ટ અને વનડે સિરીઝ 2-1થી પોતાના નામે કરતા ઐતિહાસિક જીત મેળવી હતી. હવે તેનો સામનો ન્યૂઝીલેન્ડ સામે થશે. ભારતે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર એકદિવસીય અને ટી20 સિરીઝ રમવાની છે. 5 મેચોની વનડે સિરીઝની શરૂઆત 23 જાન્યુઆરીથી થશે. પ્રથમ મેચ નેપિયરમાં સવારે 7.30 કલાકે રમાશે. 

સિરીઝના ત્યારબાદ બે મેચ માઉન્ટ મોનગાનુઈમાં 26 અને 28 જાન્યુઆરીએ રમાશે, જ્યારે ચોથી વનડે 31 જાન્યુઆરીએ હેમિલ્ટનમાં યોજાશે. સિરીઝની અંતિમ વનડે મેચ ત્રણ ફેબ્રુઆરીએ વેલિંગટનમાં રમાશે. 

આ સિરીઝ બાદ 3 મેચોની ટી20 સિરીઝની શરૂઆત વેલિંગટનમાં 6 ફેબ્રુઆરીથી થશે. જ્યારે શ્રેણીના આગામી બે મેચ ઓકલેન્ડ અને હેમિલ્ટનમાં ક્રમશઃ 8 અને 10 ફેબ્રુઆરીએ રમાશે. 

જાણો સંપૂર્ણ કાર્યક્રમ 


મેચ   મેદાન ભારતીય સમયાનુસાર
પ્રથમ વનડે, 23 જાન્યુઆરી   નેપિરય સવારે 7.30 કલાકે 
બીજી વનડે, 26 જાન્યુઆરી   માઉન્ટ મોનગાનુઈ સવારે 7.30 કલાકે 
ત્રીજી વનડે, 28 જાન્યુઆરી   માઉન્ટ મોનગાનુઈ સવારે 7.30 કલાકે
ચોથી વનડે, 31 જાન્યુઆરી   હેમિલ્ટન સવારે 7.30 કલાકે
પાંચમી વનડે, 3 ફેબ્રુઆરી   વેલિંગટન સવારે 7.30 કલાકે
પ્રથમ ટી20, 6 ફેબ્રુઆરી   વેલિંગટન બપોરે 12.30 કલાકે
બીજી ટી20, 8 ફેબ્રુઆરી   ઓકલેન્ડ સવારે 11.30 કલાકે
ત્રીજી ટી20, 10 ફેબ્રુઆરી   હેમિલ્ટન બપોરે 12.30 કલાકે

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news