જ્યારે રોજર ફેડરરને મળ્યા વિરાટ કોહલી અને અનુષ્કા, શેર કરી તસ્વીર

ઓસ્ટ્રેલિયન ઓપન જોવા પહોંચેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરરે મુલાકાત કરી. વિરાટે આ મીટિંગની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.   

Updated By: Jan 19, 2019, 03:19 PM IST
જ્યારે રોજર ફેડરરને મળ્યા વિરાટ કોહલી અને અનુષ્કા, શેર કરી તસ્વીર
ફોટો સાભાર -ઇન્સ્ટાગ્રામ

નવી દિલ્હીઃ ભારતીય ટીમે શુક્રવારે ઓસ્ટ્રેલિયાને ત્રીજી વનડેમાં હરાવીને સિરીઝ 2-1થી પોતાના નામે કરી હતી. બે મહિનાના પ્રવાસનો શાનદાર અંત કર્યા બાદ કેપ્ટન વિરાટ કોહલી વાઇફ અનુષ્કા શર્મા સાથે ટેનિસ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન જોવા પહોંચ્યો, જે મેલબોર્નમાં રમાઈ રહી છે. આ બંન્નેએ મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરર સાથે પણ મુલાકાત કરી હતી. 

સ્વિટ્ઝર્લેન્ડના ખેલાડી સાથે આ ખાસ મુલાકાતની તસ્વીર વિરાટે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. તસ્વીરમાં તે બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા રોજર ફેડરરની સાથે દેખાઈ રહ્યાં છે. તેણે લખ્યું- ઓસ્ટ્રેલિયન ઓપનમાં શું શાનદાર દિવસ રહ્યો.. ઓસ્ટ્રેલિયાની ગરમીને પૂરી કરવાની એક અદ્ભૂત રીત. આ સાથે તેણે દિલનું ઈમોજી પણ પોસ્ટ કર્યું છે. 

બીજીતરફ અનુષ્કાએ વિરાટની સાથે તસ્વીર પોસ્ટ શેર કરતા લખ્યું- ખૂબસૂરત સની ડે વિથ બ્યૂટીફુટ સદી બોય. આ ટૂર્નામેન્ટને જોવા માટે કોચ રવિ શાસ્ત્રી પણ પહોંચ્યા હતા. તેણે તસ્વીર શેર કરતા લખ્યું- ઝીરો પ્રેસરની સાથે ટેનિસ મેચ જોવી શાનદાર છે. 

મહત્વનું છે કે, પૂર્વ ભારતીય કેપ્ટન સચિન તેંડુલકર વિમ્બલ્ડન માટે ઈંગ્લેન્ડ જતા હોય છે. તે અને રોજર ફેડરર મિત્ર પણ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિરાટ પણ આ લિસ્ટમાં સામેલ થયો છે.