ઈન્ડિયન વેલ્સઃ ફેડરર ક્વાર્ટર ફાઇનલમાં તો હાલેપ સેમિફાઇનલમાં પહોંચી

રોજર ફેડરરે એટીપી ઈન્ડિયન વેલ્સ ટેનિસ ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. સિમોના હાલેપે ક્રોએશિયાની પેટ્રા માર્ટિચ વિરુદ્ધ જીત મેળવીને ડબલ્યૂટીએ ઈન્ડિયન વેલ્ટ ટેનિસ ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે. 

ઈન્ડિયન વેલ્સઃ ફેડરર ક્વાર્ટર ફાઇનલમાં તો હાલેપ સેમિફાઇનલમાં પહોંચી

ઈન્ડિયન વેલ્સ (અમેરિકા): વિશ્વનો નંબર-1 ખેલાડી રોજર ફેડરરે પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખતા એટીપી ઈન્ડિયન વેલ્સ ટેનિસ ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો. ફેડરરે જેરેમી ચાર્ડીને સીધા સેટમાં 7-5, 6-4થી હરાવ્યો. જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપનના રૂપમાં 20મું ગ્રાન્ડસ્લેમ જીતનારા 36 વર્ષિય ફેડરર શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેનો 2018નો રેકોર્ડ 15-0નો છે. 

આ 2006 બાદ તેની કોઈપણ સત્રમાં સૌથી સારી સરૂઆત છે. ત્યારે તેણે 16-0થી શરૂઆત કરી અને 34માંથી 33 મેચ જીત્યો હતો. ફેડરરે કહ્યું, આ શાનદાર છે. આ દરેક રીકે અલગ વર્ષ છે અને આવુ ઘણા વર્ષો બાદ થયું છે. 

ક્વાર્ટર ફાઇનલમાં ફેડરરની ટક્કર દક્ષિણ કોરિયાના ચુંગ હિયોન સાથે થશે જેણે 30માં ક્રમાંકિત પાબ્લો કુએવાસને 6-1, 6-3થી પરાજય આપ્યો. હવે તેણે દક્ષિણ આફિકાના કેવિન એન્ડરસન સાથે રમવાનું છે જેણે સ્પેનના પાબ્લો કારેનો બસ્ટાને 4-6, 6-3, 7-6 (8/6) હરાવ્યો. 

જ્યારે મહિલાઓમાં વિશ્વની નંબર-1 ખેલાડી સિમોના હાલેપે ક્રોએશિયાની પેટ્રા માર્ટિચની વિરુદ્ધ ત્રણ સેટ ચાલેલા મેચમાં 6-4, 6-7 (5/7), 6-3 જીત મેળવીને ઈન્ડિયન વેલ્ટ ટેનિસ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. રોમાનિયાની 26 વર્ષિય હાલેપનો આ સત્રનો રેકોર્ડ 18-1નો થઈ ગયો અને તેની નજર 2018માં બીજા ડબલ્યૂટીએ ટાઇટલ જીતવા પર છે. 

Simona Halep enters into semifinals

હાલેપનો મુકાબલો સેમિફાઇનલમાં જાપાનની નાઓમી ઓસાકા સાથે થશે. (ફોટો Reuters)

સેમિફાઇલમાં હાલેપની ટક્કર જાપાનની નાઓમી ઓસાકા સાથે થશે જેણે ચેક ગણરાજ્યની પાંચમી ક્રમાંકિત કારોલિના પિલિસકોવાને 6-2, 6-3થી અપસેટનો શિકાર બનાવ્યો. હાલેપે નંબર-1 રેકિંગ પર બન્યા રહેવાનું પણ નિશ્ચિત કરી લીધું છે કારણ કે વિશ્વની બીજા નંબરની ખેલાડી કારોલિના વોજનિયાકી મંગળવારે હારીને બહાર થઈ ગઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news