વિરાટ કોહલીએ 2 વર્ષ પહેલા પહેરી હતી આ ટી-શર્ટ, હવે અનુષ્કાએ પહેરી તો તસ્વીર થઈ વાયરલ
હાલમાં અનુષ્કા શર્મા એરપોર્ટ પર એક ટી-શર્ટ પહેરીને નજરે પડી હતી. આ ટી-શર્ટ પર લખ્યું છે - સ્ટેટ ઓફ માઇન્ડ
- વિરાટ કોહલીને નિદહાસ ટ્રોફીમાં આરામ આપવામાં આવ્યો છે
- રોહિત શર્મા નિદહાસ ટ્રોફીમાં નેતૃત્વ કરી રહ્યો છે
- વિરાટ-અનુષ્કાની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ
Trending Photos
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા છેલ્લા થોડા સમયથી ચર્ચામાં છે. ગત 11 ડિસેમ્બરે આ જોડીએ ઈટાલીમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ કપલની નાની-નાની વાત સોશિયલ મીડિયામાં વાયરલ થી રહી છે. વિરાટ અને અનુષ્કા પણ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની રોમેન્ટિક ક્ષણ હંમેશા શેર કરે છે. હવે ફરી એકવાર આ કપલ ચર્ચામાં છે. તેનું કારણ છે ટીશર્ટ. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વિરાટ અને અનુષ્કાની એક તસ્વીર શેર થઈ રહી છે, જેમાં આ કપલ એક જ ટી-શર્ટમાં જોવા મળી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં અનુષ્કા શર્મા એરપોર્ટ પર એક ટી-શર્ટ પહેરીની જોવા મલી હતી. આ ટી-શર્ટ પર લખ્યું હતું સ્ટેટ ઓફ માઇન્ડ. અનુષ્કાની આ તસ્વીરને વિરાટની એક જૂની તસ્વીર સાથે ભેગી કરીને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહી છે.
અનુષ્કા શર્માએ જે ટી-શર્ટ પહેરી છે. તેવી જ ટી-શર્ટ વિરાટ કોહલીએ 2016માં પહેરી હતી. વિરાટ-અનુષ્કાની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસ્વીરને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે.
Twinning and how! @AnushkaSharma @imVkohli pic.twitter.com/cptTqdSAhE
— Filmfare (@filmfare) March 13, 2018
તમને જણાવી દઈએ કે આ ટી-શર્ટ સપ્ટેમ્બર 2016માં પોતાના ઓફિશિયલ ઈન્સટાગ્રામ એકાઉન્ટ પરથી તસ્વીર શેર કરી હતી.
હાલમાં વિરાટ અને અનુષ્કા પોતાના મુંબઈ ખાતેના ઘરથી કેટલિક રોમેન્ટિક તસ્વીરો ઈન્સટાગ્રામ પર શેર કરી છે. તમને જણાવી દઈએ કે આ સમયે ટીમ ઈન્ડિયા શ્રીલંકામાં નિદહાસ ટ્રોફી રમી રહી છે. આ શ્રેણીમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. તેવામાં મેદાનથી દૂર વિરાટ કોહલી પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે