IPL-12 : શિખર ધવનનો ચાલ્યો જાદુ, દિલ્હીએ KKRને 7 વિકેટે હરાવ્યું
કોલકાતા તરફથી શુભમન ગિલે 39 બોલમાં 65 રનની ઈનિંગ્સ રમી હતી, આંદ્રે રસેલે 45 રન બનાવ્યા હતા અને દિલ્હીને 179 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
Trending Photos
કોલકાતાઃ આઈપીએલમાં શુક્રવારે રમાયેલી KKR અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં દિલ્હીએ કોલકાતાને 7 વિકેટે હરાવ્યું હતું. દિલ્હીને વિજય માટે 179 રનનું લક્ષ્ય મળ્યું હતું, જે તેણે 18.5 ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધું. દિલ્હી તરફથી શિખર ધવને નોટ આઉટ 97 રનની ઈનિંગ્સ રમી હતી. ઋષભ પંતે વિજય મેળવવામાં 46 રનનું યોગદાન આપ્યું હતું.
કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) તરફથી શુભમન ગિલે 39 બોલમાં સૌથી વધુ 65 રન બનાવ્યા હતા. તે કોલકાતા તરફથી ઓપનિંગમાં આવ્યો હતો. શુભમન ગિલની આઈપીએલ-12માં પ્રથમ અડધી સદી હતી. IPL-12માં કોલકાતા અને દિલ્હી વચ્ચે આ બીજી મેચ હતી. પ્રથમ મેચ દિલ્હીએ જીતી હતી.
ઈડન ગાર્ડન્સમાં રમાયેલી આ મેચમાં દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. નાઈટ રાઈડર્સે ટીમમાં ત્રણ ફેરફાર કર્યા હતા. દિનેશ કાર્તિકે જણાવ્યું કે, તેની ટીમના બે ખેલાડી બીમાર હોનવાને કારણે આ ફેરફાર કરવો પડ્યો છે. દિલ્હીએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો હતો અને કીમો પોલને તક આપી હતી.
ઈશાંત શર્માએ પ્રથમ બોલ પર જ કોલકાતાના ઓપનર જો. ડેનલીને આઉટ કરીને ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યાર પછી શુભમન ગિલ અને રોબિન ઉથપ્પા(28)એ 63 રનની ભાગીદારી સાથે ટીમની બાજી સંભાળી લીધી હતી. ઉથપ્પાના આઉટ થયા પછી નીતિશ રાણા(11), શુભમન ગિલ અને દિનેશ કાર્તિક(2) ઝડપથી આઉટ થઈ ગયા.
કોલકાતાને 16મી ઓવરમાં 122ના સ્કોર પર પાંચમો ઝટકો લાગ્યો હતો. ત્યાર પછી આન્દ્રે રસેલે 21 બોલમાં 45 રન ફટકારીને ટીમના સ્કોરને 160 સુધી ખેંચી ગયો હતો. તેના આઉટ થયા બાદ કાર્લોસ બ્રેથવેઈટ(6), પીયુષ ચાવલા(14-નો.આ.) અને કુલદીપ યાદવ(2-નો.આ.) સાથે કોલકાતાનો સ્કોર 7 વિકેટે 178 સુધી પહોંચાડ્યો હતો.
આઈપીએલની આ સિઝનમાં અત્યાર સુધી બંને ટીમે 6-6 મેચ રમી છે. કોલકાતા 4 મેચ જીતીને 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને અને દિલ્હી ત્રણ મેચ જીતવાની સાથે છઠ્ઠા ક્રમે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે