‘તમારા ભાગ્યમા ધન સંપત્તિ છે. વિધી કરશો તો સોનાની ઈંટ મળશે’ કહી તાંત્રિકે છેતર્યાં

કહેવાય છે ને કે, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. આ કહેવતને સાર્થક કરતો બનાવ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બન્યો છે. વાત એમ છે કે કલ્યાણપુર તાલુકા ભોગાત ગામે એક ખેડુત સાથે એક તાંત્રિક વિધીના બહાને લાખોની ઠગાઈ કર્યાની ફરિયાદ કલ્યાણપુરના ભાટીયામા નોધાઈ છે. છુપાયેલું ધન મળશે પાછું તેમ જણાવી દ્વારકાના એક શખ્સને એક કરોડનો ચૂનો લગાડી તાંત્રિકો ફરાર થયા છે.
‘તમારા ભાગ્યમા ધન સંપત્તિ છે. વિધી કરશો તો સોનાની ઈંટ મળશે’ કહી તાંત્રિકે છેતર્યાં

રાજેશ રૂપારેલિયા/દ્વારકા :કહેવાય છે ને કે, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. આ કહેવતને સાર્થક કરતો બનાવ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બન્યો છે. વાત એમ છે કે કલ્યાણપુર તાલુકા ભોગાત ગામે એક ખેડુત સાથે એક તાંત્રિક વિધીના બહાને લાખોની ઠગાઈ કર્યાની ફરિયાદ કલ્યાણપુરના ભાટીયામા નોધાઈ છે. છુપાયેલું ધન મળશે પાછું તેમ જણાવી દ્વારકાના એક શખ્સને એક કરોડનો ચૂનો લગાડી તાંત્રિકો ફરાર થયા છે.

ભોગાતમા રહેતા કાનાભાઈ લખુભાઈ ભાટીયા નામના આધેડ ખેડૂતને કેનેડી હડમાનગઢ વિસ્તામા રહેતા હરીશભાઈ લાબંડીયાનો સંપર્ક થયો હતો. જો કે ત્યાર બાદ અવાર નવાર આ શખ્સને કાનાભાઈ કામકાજ હેતુથી જતા ત્યારે મળવાનુ થતુ. વાક છટામા નિપુણ એવા હરીશભાઈએ પહેલા તો કાનાભાઈનો વિશ્વાસ જીતી લીધો અને પછી તેને ધાર્મિક વિધીના બહાને ભોળવવામા આવ્યા હતા. તેમને એવુ કહેવામા આવ્યુ કે, તમારા ભાગ્યમા ખુબ જ મોટા પાયે ધન સંપત્તિ છે. પરંતુ તેની માટે તમારે વિધી કરાવવી પડશે. ત્યાર બાદ દોષ દૂર થશે અને તમને સોનાની ઈંટ મળશે. ત્યાર બાદ હરીશ અને તેના પુત્ર આકાશ લાબંડીયાએ રકમ પડાવવાનુ કાવતરુ રચ્યું અને કટકે કટકે રૂ 8૦ લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. આ સિવાયના એક અન્ય વ્યકિત છગનભાઈ પાસેથી પણ 19 લાખ જેટલી રકમ આ તાંત્રિક ટોળકીએ પડાવી લીધી હતી. જ્યારે વસ્તુઓ આપવાનુ થયુ ત્યારે સોનાની ઈંટને બદલે અન્ય ધાતુની ઈટં બનાવી પકડાવી દીધી. જ્યારે વૃદ્ધ કાનાભાઈ ભાટીયાને છેતરાયાની લાગણીનો અહેસાસ થતા ભોગગ્રસ્ત બનેલાએ પોલીસ પાસે ફરિયાદ કરી હતી.

મુળ કેનેડીના અને તાંત્રિક વિધી સાથે જોડાયેલ આ શખ્સો હાલ જામનગર રહે છે. પોલીસે ફરિયાદ લઈ આઈપીસી કલમ ૪૦૬, ૪ર૦ મુજબ  ગુનો નોંધ્યો છે અને છતરપીડીં આચરનાર શખ્સોની ધરપકડની તજવીજ હાથ ધરી હતી. બનાવ બાદ આરોપીનાં ઘરે જઈ તપાસ પણ હાથ ધરી ત્યારે ઘરમાં લોક લાગેલું હતું. આ બનાવે જિલ્લા ભરમાં ચકચાર જગાવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news