IPL 12: દિલ્હીનાં બેટ્સમેન ઘુંટણીયે, 40 રનથી મુંબઇએ બાજી મારી
ધીમી પીચ પર બેટ્સમેનોએ ભારે સંઘર્ષ કરવો પડ્યો જે કે 3 સ્પિનર સાથે ઉતરેલી મુંબઇ સામે આખરે દિલ્હીનાં બેટ્સમેનોએ શરણાગતી સ્વિકારી લીધી હતી
Trending Photos
નવી દિલ્હી : મુંબઇએ ફિરોઝ શાહ કોટલા, દિલ્હી મેદાનમાં રમાઇ રહેલી ટી-20 આઇપીએલની મેચમાં દિલ્હીને 40 રનથી પરાજીત કરી દીધું હતું. મુંબએ પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટનાં નુકસાને 168 રન બનાવ્યા હતા. જવાબમાં 169 રનોનું લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે ઉતરેલી દિલ્હીની ટીમે 20 ઓવરમાં 9 વિકેટનાં નુકસાને 128 રન બનાવ્યા છે. હાર્દિક પંડ્યા મેન ઓફ ધ મેચ બન્યો હતો.
મુંબઇ ઇન્ડિયન્સનો દાવ
હાર્દિક પંડ્યાએ હંમેશાની જેમ અંતિમ ક્ષણોમાં પોતાની સ્ફોટક ઇનિંદ રમતા 15 બોલમાં 32 રન બનાવ્યા હતા. જેનાં કારણે રમતની વચ્ચે રન બનાવવા માટે સંઘર્ષ કરી રહેલ મુંબઇ ઇન્ડિયન્સ કોટલાની ધીમી પીચ પર દિલ્હી કેપિટલની વિરુદ્ધ 5 વિકેટનાં નુકસાને 168 રન બનાવવામાં સફળ રહી હતી. હાર્દિકે ક્રિઝ પર પગ મુક્યો ત્યારે સ્કોર ચાર વિકેટે 1.4 રન હતો પરંતુ આ ઓલરાઉન્ડરે બે ચોક્કા અને 3 છગ્ગાની મદદથી મુંબઇના સમર્થકોને ફરી ઉત્સાહથી ભરી દીધા હતા.
પોતાના ભાઇ કૃણાલ પંડ્યા (36 બોલમાં અણનમ 37 ) સાથે પાચમી વિકેટને 26 બોલમાં 54 રન ફટકાર્યા હતા. ડ્વિન્ટ ડિ કોક (27માં 35 રન) અને કેપ્ટન રોહિત શર્મા (22 બોલમાં 30 રન)એ પહેલી વિકેટ સાથે 57 રન બનાવીને મુંબઇને સારી શરૂઆત અપાવી હતી. જો કે વચ્ચેની ઓવરમાં સ્પિનરો સામે મુંબઇના બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. જો કે અંતિમ ત્રણ ઓવરમાં 50 રન બનાવ્યા હતા.
દિલ્હીના બંન્ને સ્પિનર અમિત મિશ્રા (3 ઓવરમાં 18 રન આપીને 1 વિકેટ) અને અક્ષર પટેલ (17 પર 1 )એ સાત ઓવરમાં 35 રન આપ્યા. મુંબઇ ત્રણ સ્પિનરો સાથે ઉતર્યું હતું. એવામાં દિલ્હી માટે લક્ષ્ય સુધી પહોંચવું મુશ્કેલ થઇ ગયું હતું. કૈગિસો રબાડા ફરીથી દિલ્હીનો સૌથી સફળ બોલર રહ્યો અને તેણે 38 રન આપીને 2 વિકેટ ઝડપી લીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે