Mumbai Indians : મુંબઈ ઈન્ડિયન્સે IPL 2024 માટે રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. જો કે, હવે એવા અહેવાલો છે કે હાર્દિક પંડ્યા MI સાથે રહેવા માંગતો નથી, તેના ટ્રેડ અંગેના સમાચાર ચર્ચાઈ રહ્યા છે.
તાજેતરમાં સૂર્યકુમાર યાદવે પોતાની આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને અનફોલો કરી દીધું છે. સાથે મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલી પોસ્ટ પણ હટાવી દીધી છે. જાણો તેની પાછળ શું કારણ છે?
Vaibhav Sooryavanshi : વૈભવ સૂર્યવંશી IPL 2026માં રાજસ્થાન રોયલ્સ માટે ધૂમ મચાવી રહ્યો છે. તેણે એલિમિનેટર મેચમાં SRH સામે ધમાકેદાર ઈનિંગ રમી હતી. હવે તેને મુંબઈ ઇન્ડિયન્સ તરફથી મોટી ઓફર મળી હોવાની અફવાઓ સામે આવી છે. ત્યારે IPLના પૂર્વ ચેરમેન લલિત મોદીએ આ અફવાઓ પર ભાર મૂક્યો છે.
MI vs KKR : IPL 2026માં બુધારે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ યોજાઈ હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ટીમે એક મોટી ભૂલ કરી હતી, જે ટીમ માટે મોંઘી સાબિત થઈ હતી.
Hardik Pandya : IPL 2026માં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે અને એવી અફવાઓ પણ ફેલાઈ રહી છે કે તે મુંબઈ ઇન્ડિયન્સ છોડી શકે છે. આગામી સીઝન પહેલા તે બીજી ટીમમાં ટ્રેડ થાય તેવી શક્યતા છે. ત્યારે આ બધાની વચ્ચે એક ફોટો સામે આવ્યો છે, જેના કારણે હાર્દિકના KKRમાં જોડાવા અંગે અટકળો શરૂ થઈ છે.
શ્રેયસ અય્યરે સતત પાંચમી હાર બાદ નિરાશા વ્યક્ત કરી, પરંતુ ટીમની વાપસી પર ભરોસો વ્યક્ત કર્યો છે. તો તેણે તિલક વર્મા અને ઉમરઝઈની ઈનિંગની પણ પ્રશંસા કરી હતી.
Hardik Pandya : IPL 2026ની સિઝન મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા માટે અત્યંત ખરાબ સાબિત થઈ છે. મુંબઈની ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. હાર્દિક પંડ્યા હવે શંકાના ઘેરામાં છે અને ઈજાને કારણે છેલ્લી બે મેચથી પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ ગયો છે. હવે એક નિવેદન સામે આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈએ હાર્દિકને બાય-બાય કહી દીધું છે.
Mumbai Indians Next Captain: શું હાર્દિક પંડ્યા IPL 2026 પછી મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ ગુમાવશે? સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, જસપ્રીત બુમરાહ અને રોહિત શર્મા ફરીથી કેપ્ટન બનવા માટે ચાર મુખ્ય દાવેદાર છે.
Hardik Pandya : આગામી સિઝનમાં હાર્દિક પંડ્યા પાસેથી મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટનશીપ છીનવામાં આવી શકે છે, જો આવું થાય છે, તો કયા ત્રણ કારણોસર તેની પાસેથી કેપ્ટનશીપ છીનવાશે, તેના વિશે આ લેખમાં જાણીશું.
IPL 2026: આઈપીએલ 2026ની સીઝન ભારતના ખૂંખાર ગણાતા બોલર જસપ્રીત બુમરાહ માટે એક ખરાબ સપના જેવી જઈ રહી છે. કારણ કે બોલિંગમાં જોઈએ એવું પ્રદર્શન થઈ રહ્યું નથી. ગત સીઝનમાં 12 મેચમાં 18 વિકેટ લેનાર બુમરાહ આ વખતે મુંબઈ ઈન્ડિયન્સ માટે 10 મેચમાં માત્ર 3 વિકેટ લઈ શક્યો. એક સમયે ભારતના સ્ટાર બોલર રહી ચૂકેલા ઉમેશ યાદવે બુમરાહ વિશે શું કહ્યું તે ખાસ જાણો.
Who is Raghu Sharma : મુંબઈ ઈન્ડિયન્સના લેગ-સ્પિનર રઘુ શર્માએ લખનૌ સુપર જાયન્ટ્સ સામે પોતાની પહેલી IPL વિકેટ લીધી. 2011ની વર્લ્ડ કપ ફાઇનલમાં એમએસ ધોનીની મેચ-વિનિંગ સિક્સરથી પ્રેરિત થઈને રઘુ શર્માએ વજન ઘટાડ્યું અને 33 વર્ષની ઉંમરે પોતાનું IPLનું સપનું પૂર્ણ કર્યું.
Hardik Pandya : લખનૌ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા પ્લેઈંગ ઈલેવનમાંથી ગાયબ હતો. તેના સ્થાને સૂર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્વ કરતો જોવા મળ્યો. હવે સવાલ એ છે કે હાર્દિક પંડ્યાને કેમ બહાર કરવામાં આવ્યો હતો ? તેની પાછળનું કારણ શું હતું ? તેના વિશે આ લેખમાં જાણીશું.
Mumbai Indians : ખરાબ પ્રદર્શન અને સ્ટાર ખેલાડીઓની નિષ્ફળતા તેમજ વ્યૂહરચનાના અમલીકરણ અભાવ વચ્ચે ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. MI સિસ્ટમ કેમ ફેલ થઈ અને આ સીઝન ફ્રેન્ચાઇઝ માટે આપત્તિમાં કેમ ફેરવાઈ તેના વિશે આ લેખમાં જાણીશું.
Mumbai Indians : IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ વધુ એક મેચ હારી ગઈ છે. શનિવારે CSKએ MIને 8 વિકેટે હરાવ્યું હતું. આ હાર સાથે 9 મેચમાં મુંબઈની આ 7મી હાર છે, તેથી હવે મુંબઈ માટે પ્લેઓફમાં પહોંચવું લગભગ અશક્ય બની ગયું છે.
MI vs SRH : મુંબઈ ઈન્ડિયન્સે સાતમાંથી ફક્ત બે મેચ જીતી છે, જ્યારે પાંચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈની ટીમ આજે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. આ મેચ વાનખેડે સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ત્યારે આજની મેચમાં જો મુંબઈ ઇન્ડિયન્સ હારશે તો પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે ?
Rohit Sharma Injury Update : SRH સામેની મેચ પહેલા રોહિત શર્માની વાપસી અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. હેમસ્ટ્રિંગ ઈજામાંથી સ્વસ્થ થઈ રહેલા રોહિત અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આજની મેચમાં હિટમેન રમશે કે નહીં.
Hardik Pandya: આઈપીએલ 2026માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ શરૂઆતી 5 મેચમાં માત્ર એક જીત મેળવી શકી છે. ટીમના ખરાબ પ્રદર્શન વચ્ચે કેપ્ટન હાર્દિક પંડ્યાએ મોટું નિવેદન આપ્યું છે. ત્યારબાદ સ્ટાર ખેલાડીઓની જગ્યા ખતરામાં માનવામાં આવી રહી છે.
Rohit Sharma Injury Update : રવિવારે IPL 2026 દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મુંબઈ ઈન્ડિયન્સને કારમી હારનો સામનો કરવો પડ્યો. મેચ દરમિયાન MIને મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા હેમસ્ટ્રિંગના કારણે રિટાયર્ડ હર્ટ થયો. ત્યારબાદ 'હિટમેન' ફરીથી બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યો નહીં. તાજેતરના અહેવાલો અનુસાર, રોહિતની આગામી મેચમાં રમવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે.
IPL 2026 : હાર્દિક પંડ્યા બીમારીને કારણે દિલ્હી કેપિટલ્સ સામે રમી શક્યો નહોતો. દરેકના મનમાં એક પ્રશ્ન હતો કે હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં ક્યારે વાપસી કરશે ? હવે IPL 2026માં તેની વાપસી અંગે સારા સમાચાર સામે આવ્યા છે.
Suryakumar Yadav Mumbai Indians Captain : સૂર્યકુમાર યાદવને અચાનક મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા MI ટીમમાંથી બહાર છે. સૂર્યા કેપ્ટન બનતા જ સૂર્યકુમારે ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે. ત્યારે હાર્દિક પંડ્યા કેમ બહાર થયો છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Playoffs Predictions: પંજાબ કિંગ્સના ખેલાડી શશાંક સિંહે IPL 2026માં કઈ ચાર ટીમો પ્લેઓફમાં પહોંચશે તેની ભવિષ્યવાણી કરી છે. તે CSKને ટોપ-4 ટીમ માનતો નથી, જ્યારે આ 4 ટીમને પોતાની ટોપ-4 યાદીમાં છે.
Jasprit Bumrah : IPL 2026 પહેલા મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ફિટનેસ અંગે એક મોટી અપડેટ સામે આવી છે. ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા તે બેંગલુરુમાં સ્થિત BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં જોડાયો હતો. આ પછી ચાહકોને લાગતું હતું કે બુમરાહ IPL 2026માંથી બહાર થઈ શકે છે. જો કે, હવે મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.