IPL 2019 Video: એબી ડિવિલિયર્સ એ મલિંગાના યોર્કર પર લગાવ્યો '360' છગ્ગો, મુંબઇના દર્શકો ઝૂમી ઉઠ્યા

IPL 2019: એબી ડિવિલિયર્સ સારા ફોર્મમાં છે. સોમવારે મુંબઇ સામે રમાયેલી આઇપીએલ મેચમાં જોરદાર બેટીંગ કરી હતી. ફાસ્ટ બોલર મલિંગાના એક યોર્કર પર 360 ડિગ્રી છગ્ગો ફટકારી સૌના દિલ જીતી લીધા હતા. આ છગ્ગો એટલો જોરદાર હતો કે હરીફ મુંબઇ ટીમના દર્શકો પણ ઝૂમી ઉઠ્યા હતા.

IPL 2019 Video: એબી ડિવિલિયર્સ એ મલિંગાના યોર્કર પર લગાવ્યો '360' છગ્ગો, મુંબઇના દર્શકો ઝૂમી ઉઠ્યા

મુંબઇ : આઇપીએલ સિઝન 2019 બેંગલુરૂ ટીમ માટે ઘણી ખરાબ રહી છે. શરૂઆતની પ્રથમ છ મેચ સતત હાર્યા બાદ પ્રથમ જીત મળી હતી. જોકે મુંબઇ સામે રમાયેલી 8મી મેચ હાર્યા બાદ બેંગલુરૂ ટીમી પ્લે ઓફની રેસમાંથી બહાર આવી ગઇ છે. જોકે આ મેચમાં એબી ડિવિલિયર્સની બેટીંગે સૌના દિલ જીતી લીધા હતા. એમાંય ખાસ કરીને ફાસ્ટર મલિંગાના યોર્કર પર એબી ડિવિલિયર્સે ફટકારેલ 360 ડિગ્રી સિક્સ એટલી જોરદાર હતી કે હરીફ મુંબઇ ટીમના દર્શકો પણ ઝૂમી ઉઠ્યા હતા. 

બેંગલુરૂના બેટ્સમેન એબી ડિવિલિયર્સે મુંબઇમાં શાનદાર બેટીંગ કરી હતી. એમની રમત જોઇ દર્શકો ગેલમાં આવી ગયા હતા. 51 બોલમાં 75 રન બનાવ્યા હતા. જોકે ડિવિલિયર્સની આ રમત ટીમને જીત અપાવી શકી ન હતી. પરંતુ એબી ડિવિલિયર્સની 360 ડિગ્રી છગ્ગો સૌના માટે યાદગાર બન્યો હતો. 

મુંબઇ માટે હતો મોટો પડકાર
બેંગલુરૂ સામે મુંબઇને એમના ઘરમાં હરાવવાનો મોટો પડકાર હતો. સતત છ મેચ હાર્યા બાદ એક જીત મળી હતી જેને લીધે બેંગલુરૂ ટીમ નિરાશામાંથી બહાર આવી હતી. કેપ્ટન વિરાટ કોહલી આ મેચમાં ખાસ દેખાવ કરી શક્યો ન હતો. થોડા સમયમાં પાર્થિવ પટેલ પણ આઉટ થતાં ડિવિલિયર્સ પર મોટી જવાબદારી આવી હતી. જોકે મુસીબતના સમયમાં પણ ડિવિલિયર્સે બાજી સંભાળી હતી અને 51 બોલ રમીને 75 રન બનાવ્યા હતા. 

મોઇન અલીએ આપ્યો સાથ
એબી ડિવિલિયર્સે પાર્થિવ પટેલ સાથે રમીને ટીમનો સ્કોર 49 પહોંચાડ્યો હતો પરંતુ 7મી ઓવરમાં પાર્થિવ પટેલ 28 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. જોકે ત્યાર બાદ બેટીંગમાં આવેલા મોઇન અલીએ ડિવિલિયર્સને પુરો સાથ આપ્યો હતો. બંનેએ અડધી સદી ફટકારી હતી. બંનેએ સારી રમત બતાવતાં 17 ઓવરમાં ટીમનો સ્કોર 144 પહોંચ્યો હતો. 

— Aditya Chauhan (@aditya_chauhan5) April 15, 2019

મલિંગાના યોર્કર પર 360 ડિગ્રી સિક્સ
18મી ઓવરમાં રોહિત શર્માએ લસિથ મલિંગાને બોલિંગ આપી હતી કે જે પોતાના યોર્કર માટે જાણીતો છે. મલિંગાએ પ્રથમ બોલમાં જ મોઇન અલીને પંડ્યાના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો. બીજા બોલમાં મલિંગાએ ડિવિલિયર્સને યોર્કર ફેંક્યો તો ડિવિલિયર્સે એને ફુલટોસ બનાવી 360 ડિગ્રી છગ્ગો ફટકાર્યો હતો. ફાઇન લેગ પર સ્કૂપ શોટ રમી ડિવિલિયર્સે 360 ડિગ્રી છગ્ગો ફટકારી હરીફ મુંબઇ ટીમના દર્શકોના પણ દિલ જીતી લીધા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news