સ્ટીવ વો અને પોન્ટિંગની ફિન્ચને હટાવીને લાબુશેનને ટેસ્ટ ટીમમાં રાખવાની અપીલ

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટનોનું માનવું છે કે, આરોન ફિન્ચને ટીમમાંથી બહાર કરીને લાબુશેનને સામેલ કરવો જોઈએ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝનો અંતિમ મેચ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે. 

સ્ટીવ વો અને પોન્ટિંગની ફિન્ચને હટાવીને લાબુશેનને ટેસ્ટ ટીમમાં રાખવાની અપીલ

મેલબોર્નઃ પૂર્વ કેપ્ટન સ્ટીવ વો અને રિકી પોન્ટિંગનું માનવું છે કે ઓસ્ટ્રેલિયાએ ભારત વિરુદ્ધ સિડનીમાં ગુરૂવારથી શરૂ થઈ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ઓપનિંગ બેટ્સમેન આરોન ફિન્ચને અંતિમ ઈલેવનમાંથી બહાર કરી દેવો જોઈએ. વો અને પોન્ટિંગ બંન્નેએ લેગ સ્પિનર ઓલરાઉન્ડર માર્નસ લાબુશેનને અંતિમ ઈલેવનમાં રાખવાની ભલામણ કરી છે. 

પોતાના જમાનાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ વોએ એમસીજીમાં અંતિમ ટેસ્ટ મેચ માટે પોતાની પસંદગીની ઈલેવન ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. વો અનુસાર માર્કસ હૈરિસ અને અનુભવી શોન માર્શે ઈનિંગની શરૂઆત કરવી જોઈએ અને ત્યારબાદ ઉસ્માન ખ્વાજા ત્રીજા સ્થાને બેટિંગ કરે. 

આ પૂર્વ કેપ્ટનને લાગે છે કે, ઓસ્ટ્રેલિયા તરફથી સિરીઝમાં સર્વાધિક રન બનાવનાર ટ્રેવિસ હેડને ચોથા સ્થાને બેટિંગ કરવી જોઈએ અને ત્યારબાદ કેપ્ટન ટિમ પેન, લાબુશેન અને મિશેલ માર્શ જવાબદારી સંભાળે. 

A post shared by Steve Waugh (@stevewaugh) on

વોએ બોલિંગ આક્રમણ માટે પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લાયન અને જોશ હેઝલવુડને પસંદ કર્યા છે. વોના ઉત્તરાધિકારી પોન્ટિંગનું પણ માનવું છે કે, ફિન્ચને હટાવીને લાબુશેનને અંતિમ ઇલેવનમાં સામેલ કરવાની જરૂર છે. 

ફિન્ચે આ સિરીઝમાં અત્યાર સુધી 16 રન પ્રતિ ઈનિંગની એવરેજથી રન બનાવ્યા છે. તેમાં પર્થમાં પ્રથમ ઈનિંગમાં ફટકારેલી અડધી સદી પણ સામેલ છે. પોન્ટિંગે ક્રિકેટ,કોમ,એયૂને કહ્યું, મને લાગે છે કે લાબુશેનને અંતિમ ઇલેવનમાં સામેલ કરી દેવો જોઈએ જેનો અર્થ હશે કે ફિન્ચ નહીં રમે અને ઉસ્માન ખ્વાજા ઈનિંગની શરૂઆત કરશે. મારૂ આવુ મંતવ્ય છે. તેણે કહ્યું, લાબુશેન ચોથા, હેડ પાંચમાં અને મિશેલ માર્શ છઠ્ઠા સ્થાન પર બેટિંગ કરી શકે છે. મને લાગે છે કે બેટિંગ ક્રમ આ પ્રકારે હોવો જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news