ICC Test Ranking: કેરિયરમાં ટોચના રેન્કિંગ પર પહોંચ્યો મોર્ને મોર્કલ

મોર્કલે ટેસ્ટ મેચમાં  બીજા દિવસ શોન માર્શને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 300 વિકેટ પૂરી કરી. આ તે મુકામે પહોંચનારો દક્ષિણ આફ્રિકાનો પાંચમો બોલર બની ગયો છે.

ICC Test Ranking: કેરિયરમાં ટોચના રેન્કિંગ પર પહોંચ્યો મોર્ને મોર્કલ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચમાં 110 રનમાં 9 વિકેટ ઝડપનાર મોર્ને મોર્કલ આઈસીસી બોલિંગ રેન્કિંગમાં 798 અંકોની સાથે છઠ્ઠા નંબરે પહોંચી ગયો છે. આ તેના કેરિયરનું બેસ્ટ રેન્કિંગ છે. ટેસ્ટ ક્રિકેટમાં મોર્કલે 2006માં ડેબ્યૂ કર્યું હતું. તેવી આશા છે કે શુક્રવારથી જોહનિસબર્ગમાં ટેસ્ટ મેચ બાદ મોર્કલ દુનિયાના 10 ટેન બોલરોમાં સામેલ થશે. આ રેકિંગમાં તેની સાથે કાગિસો રબાડા 899 અંકની સાથે ટોપ પર છે. જ્યારે ટ્રેન્ટ બોલ્ડ, જેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ઈનિંગમાં 6 વિકેટ લીધી અને ઈંગ્લેન્ડની ટીમ 58 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, આ લિસ્ટમાં તે સાતમાં ક્રમે પહોંચી ગયો છે. 

ટ્રેન્ડ બોલ્ટને ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં પણ ત્રણ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડ અને મિશેલ સ્ટાર્ક ક્રમશઃ એક અને બે સ્થાને નીચા આવીને પાંચમાં અને 12માં સ્થાને પહોંચી ગયા છે. ભારતના રવીન્દ્ર જાડેજા ત્રીજા અને અશ્વિન ચોથા સ્થાને છે. 

બેટિંગ રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં કેરિયરની 18મી સદી ફટકારી હતી. 

આફ્રિકાનો ડીન એલ્ગર કેપટાઉનમાં પ્રથમ ઈનિંગમાં 141 રનની અણનમ ઈનિંગ રમીને આઠમાં સ્થાને પહોંચી ગયો છે. એબીડીવિલિયર્ય આ શ્રેણીમાં શાનદાર બેટિંગને કારણે ટોપ-10માં યથાવત છે. 

આ સાથે જો રૂટ એક સ્થાનના નુકશાનથી ચોથા, પૂજારા એક સ્થાનના નુકશાનથી 7માં, અજહર અલી એક સ્થાનના નુકશાનથી 9માં અને હાસિમ અમલા એક સ્થાનના નુકશાનથી 10માં સ્થાને છે. ડીન એલ્ગર ટોપ ટેનમાં આવવાથી એલિસ્ટર કૂક 13માં સ્થાને પહોંચી ગયો છે. ભારતીય કેપ્ટન કોહલી બીજા સ્થાને યથાવત છે. પ્રથમ નંબરે ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ છે. 

ઓલરાઉન્ડરોમાં શાકિબ અલ હસન પ્રથમ અને જાડેજા બીજા સ્થાને યથાવત છે. અશ્વિન ત્રીજા, સ્ટોક્સ ચોથા અને ફિલાન્ડર પાંચમાં સ્થાને છે. સ્ટાર્ક સાતમાં અને રબાડા આઠમાં સ્થાને છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news