ચીનથી ઉદભવેલા વાયરસથી હાહાકાર, ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ

કોરોના બાદ HMPV એ લોકોમાં ડર ઉભો કર્યો છે. ચીન બાદ આ વાયરસના કેસ ભારત અને ગુજરાતમાં આવી ગયા છે. અમદાવાદમાં 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી આ વાયરસના ત્રણ કેસ સામે આવ્યા છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે.
 

Trending Photos

ચીનથી ઉદભવેલા વાયરસથી હાહાકાર, ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ

અમદાવાદઃ વિશ્વમાં કોરોના પછી વધુ એક વાયરસે હાહાકાર મચાવ્યો છે. આ વાયરસની એન્ટ્રી ભારત અને આપણા ગુજરાતમાં પણ થઈ ચુકી છે. જો કે ડરવાનું કોઈ કારણ નથી...પરંતુ સાવધાની રાખવી જરૂરી છે. અમદાવાદમાં પણ આ વાયરસે એન્ટ્રી લઈ લીધી છે...તો સાબરકાંઠામાં સાત વર્ષનો બાળક HMPVથી પોઝિટિવ આવ્યું છે...ત્યારે કેવી છે તંત્રની તૈયારીઓ અને વાયરસ સામે કેવી રીતે જીતી શકાશે જંગ?...જુઓ આ અહેવાલમાં....

કોરોના બાદ ફરી એકવાર વિશ્વ ટેન્શનમાં છે. જે કોરોનાએ ચીનમાંથી નીકળી દુનિયામાં હાહાકાર મચાવ્યો હતો...તેવો જ વધુ એક વાયરસ ચીનમાંથી ઉદભવી ચુક્યો છે. અને ધીરે ધીરે દરેક દેશ અને રાજ્યોમાં પ્રવેશી રહ્યો છે. ભારત અને આપણા ગુજરાતમાં એન્ટ્રી થઈ ચુકી છે. વાયરસથી આમ તો ગભરાવાની કોઈ જરૂર નથી પરંતુ વાયરસની હાલ કોઈ રસી નથી તે પણ સનાતન સત્ય છે. અમદાવાદમાં પણ HMPVએ એન્ટ્રી મારી દીધી છે અને વસ્ત્રાપુર વિસ્તારમાં એક વૃદ્ધ સંક્રમિત થયા છે...સામાન્ય કહી શકાય તેવા શરદી, ખાંસી અને તાવના લક્ષણો આ 80 વર્ષના વૃદ્ધમાં જોવા મળ્યા હતા...

Add Zee News as a Preferred Source

અમદાવાદમાં એન્ટ્રી
અમદાવાદમાં HMPV વાયરસે મારી એન્ટ્રી 
વસ્ત્રાપુર વિસ્તારમાં એક વૃદ્ધ સંક્રમિત થયા
શરદી, ખાંસી અને તાવના લક્ષણો 80 વર્ષના વૃદ્ધમાં જોવા મળ્યા 

રાહતની વાત એ છે કે ખાનગી હોસ્પિટલમાં નોંધાયેલા આ કેસમાં વૃદ્ધી હાલત એકદમ સ્થિર છે...દર્દીના સેમ્પલને બી.જે. મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે....

તો સૌથી ડરામણો કેસ સાબરકાંઠામાંથી સામે આવ્યો છે..જ્યાં સાત વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે...ખાનગી લેબમાં ટેસ્ટિંગ બાદ રિપોર્ટ પોઝિટિવ આવતાં હવે આરોગ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે અને સેમ્પલ લઈને તપાસ હાથ ધરી છે. હિંમતનગરની બેબીકેર હોસ્પિટલમાં હાલ બાળકની સારવાર ચાલી રહી છે અને બાળક હાલ વેન્ટીલેટર પર છે.

તો વાયરસના ડર વચ્ચે રાજ્યના આરોગ્ય મંત્રીએ રાજ્યના લોકોને એક ખાસ મેસેજ મોકલ્યો છે...આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે HMPV વાયરસ નવો નથી...જૂનો જ છે. પરંતુ તે ચેપી હોવાથી સાવચેતી રાખવાની જરૂર છે...
ગુજરાતમાં અત્યાર સુધી HMPVના કુલ ત્રણ કેસ આવ્યા છે. દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે...ત્યારે આપણે સૌ ડૉક્ટરની સલાહ મુજબ આગળ વધીએ અને વાયરસને આગળ વધતો અટકાવીએ.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્

...और पढ़ें

Trending news