Goa National Games: નેશનલ ગેમ્સમાં 20 થી વધુ ખેલાડી ડોપ ટેસ્ટમાં ફેલ, NADA એ કર્યા સસ્પેંડ

National Games: આ વર્ષે ગોવામાં રમાયેલી નેશનલ ગેમ્સ-2023 (National Games-2023) માં એક-બે નહીં પરંતુ 20થી વધુ ખેલાડીઓ ડોપ ટેસ્ટમાં ફેલ થયા છે. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) એ તમામને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દીધા છે.
 

Goa National Games: નેશનલ ગેમ્સમાં 20 થી વધુ ખેલાડી ડોપ ટેસ્ટમાં ફેલ, NADA એ કર્યા સસ્પેંડ

Goa National Games-2023 : આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ગોવામાં રમાયેલી નેશનલ ગેમ્સ (National Games-2023) સાથે જોડાયેલા મોટા સમાચાર શુક્રવારે સામે આવ્યા છે. આ ગેમ્સમાં એક-બે નહીં પરંતુ 20થી વધુ ખેલાડીઓ ડોપ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે. હવે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) એ મોટી કાર્યવાહી કરી છે અને તમામને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દીધા છે.

ડોપ ટેસ્ટમાં 20થી વધુ ખેલાડીઓ ફેલ
ગોવામાં રમાયેલી નેશનલ ગેમ્સમાં 20થી વધુ ખેલાડીઓનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ઓક્ટોબર-નવેમ્બરમાં ગોવામાં આયોજિત નેશનલ ગેમ્સ દરમિયાન કરવામાં આવેલા ટેસ્ટમાં 20થી વધુ ખેલાડીઓ પ્રતિબંધિત પદાર્થો માટે પોઝિટિવ જોવા મળ્યા હતા. દેશમાં ડોપિંગનો આ સૌથી મોટો મામલો છે. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) એ ડોપિંગમાં દોષિત 20 જેટલા ખેલાડીઓ પર કામચલાઉ સસ્પેન્શન લગાવ્યું છે. 

નાડાએ કરી હતી કાર્યવાહી 
નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) એ 25 ઓક્ટોબરથી 9 નવેમ્બરની વચ્ચે સહભાગીઓના ડોપ સેમ્પલ એકત્રિત કર્યા હતા. કેટલાક ખેલાડીઓએ મેડલ જીત્યા હતા જ્યારે કેટલાક આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ સામેલ હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર દોષિત ઠરેલા ખેલાડીઓમાં 9 ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લેટ છે. આ સિવાય 7 વેઈટલિફ્ટર્સ પણ આ યાદીમાં સામેલ છે.

CWG મેડલિસ્ટ પણ સામેલ
રિપોર્ટ્સ અનુસાર, કોમનવેલ્થ ચેમ્પિયનશિપ મેડલિસ્ટ પણ ડોપ ટેસ્ટમાં ફેલ થયેલા ખેલાડીઓમાં સામેલ છે. બે વખતની કોમનવેલ્થ ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલ વિજેતા વંદના ગુપ્તાનું નામ પણ ડોપિંગ પોઝિટિવ મળી આવેલા 7 વેઈટલિફ્ટર્સમાં સામેલ છે. (PTI તરફથી ઇનપુટ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news