પાકિસ્તાને કેપ્ટન વગર જાહેર કરી ટી20 અને વનડે ટીમ, ઓસ્ટ્રેલિયા સામે રમશે સિરીઝ

AUS vs PAK: પાકિસ્તાને 4 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચની વનડે સિરીઝ રમવાની છે. ત્યારબાદ 14 નવેમ્બરથી બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ટી20 સિરીઝ રમાશે. 
 

પાકિસ્તાને કેપ્ટન વગર જાહેર કરી ટી20 અને વનડે ટીમ, ઓસ્ટ્રેલિયા સામે રમશે સિરીઝ

Pakistan squad for ODI series and T20I series vs Australia: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ODI અને એટલી જ T20 શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. નવાઈની વાત એ છે કે બંને સિરીઝ માટે હજુ સુધી કેપ્ટનની પસંદગી કરવામાં આવી નથી. પાકિસ્તાનને 4 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે. આ પછી, 14 નવેમ્બરથી બંને ટીમો વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી રમાશે.

ચોંકાવનારી વાત છે કે પીસીબીએ ટીમની જાહેરાત તો કરી, પરંતુ કેપ્ટન કોણ હશે તેને લઈને હજુ સ્પષ્ટતા કરી નથી. પીસીબીએ કેપ્ટન વગર બંને સિરીઝ માટે ટીમની પસંદગી કરી છે. વનડે અને ટી20 સિરીઝ, બંને માટે પીસીબીએ 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. ઇમાદ વસીમ અને મોહમ્મદ આમિરને ન તો વનડે સિરીઝમાં સામેલ કરવામાં આવ્યા છે ન ટી20 સિરીઝમાં તક આપવામાં આવી છે. 

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે વિકેટકીપર બેટર મોહમ્મદ રિઝવાન વનડે અને ટી20માં પાકિસ્તાનનો આગામી કેપ્ટન હશે. તો વધુ એક ચોંકાવનારી વાત રિપોર્ટમાં સામે આવી છે. આ રિપોર્ટમાં એક પાકિસ્તાની યૂટ્યૂબરના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે સલમાન અલી આગાએ પીસીબી ચેરમેન સાથે મુલાકાત કરી છે, અને તે આગામી કેપ્ટન બનવાની રેસમાં સામેલ છે,

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝ માટે પાકિસ્તાની ટીમઃ આમિર જમાલ, અબ્દુલ્લા શફીક, અરાફત મિન્હાસ, બાબર આઝમ, ફૈઝલ અકરમ, હારીસ રઉફ, હસીબુલ્લાહ (વિકેટકીપર), કામરાન ગુલામ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), મોહમ્મદ ઈરફાન ખાન, નસીમ શાહ, સામ અયુબ, સલમાન અલી આગા અને શાહીન શાહ આફ્રિદી.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 સિરીઝ માટે પાકિસ્તાન ટીમઃ અરાફાત મિન્હાસ, બાબર આઝમ, હારીસ રઉફ, હસીબુલ્લાહ, જહાન્દાદ ખાન, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ રિઝવાન (wk), મોહમ્મદ ઈરફાન ખાન, નસીમ શાહ, ઓમૈર બિન યુસુફ, સાહિબજાદા ફરહાન, સલમાન અલી આગા, શાહીન શાહ આફ્રિદી, સુફયાન મોકીમ અને ઉસ્માન ખાન.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news