World Cup 2023: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવા ઈચ્છતું નથી પાકિસ્તાન, પીસીબી ચીફે જણાવ્યું આ કારણ

BCCI vs PCB: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નઝમ સેઠીએ આ વર્ષે ભારતમાં રમાનાર વિશ્વકપને લઈને એક શરત રાખી છે. પીસીબીની એશિયા કપની મેચોની યજમાનીને લઈને હાઈબ્રિડ મોડલની માંગ ઠુકરાવવામાં આવી રહી છે. 
 

World Cup 2023: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવા ઈચ્છતું નથી પાકિસ્તાન, પીસીબી ચીફે જણાવ્યું આ કારણ

કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નઝમ સેઠીએ આઈસીસીના ચેરમેન ગ્રેગ બાર્કલેને વિશ્વકપ દમિરાયન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર કટ્ટર વિરોધી ભારત વિરુદ્ધ રમવાને લઈને પોતાની આશંકાઓની જાણ કરી દીધી છે. સૂત્રોએ આ જાણકારી આપી છે. પીસીબી પોતાની મેચ કોલકત્તા, ચેન્નઈ અને બેંગલુરૂમાં રમવા ઈચ્છે છે. બાર્કલે અને આઈસીસી ડાયરેક્ટર જ્યૌફ અલાર્ડિસે હાલમાં પીસીબી અધિકારીઓ પાસે તે આશ્વાસન લેવા આવ્યા હતા કે વનડે વિશ્વકપમાં પોતાની મેચ તટસ્થ સ્થળે કરાવવાની માંગ કરશે નહીં કારણ કે એસીસી હાઇબ્રિડ મોડલ પર એશિયા કપની મેચોની યજમાનીની તેની માંગ ઠુકરાવવા જઈ રહ્યું છે. 

પીસીબી સૂત્રો અનુસાર 'સેઠીએ બાર્કલે અને અલાર્ડિસને માહિતી આપી દીધી છે કે પાકિસ્તાન અમદાવાદમાં મેચ રમવા ઈચ્છતું નથી જ્યાં સુધી તે મેચ નોકઆઉટ કે ફાઈનલ જેવી ન હોય.' તેથી તેણે આઈસીસીને વિનંતી કરી છે કે જો પાકિસ્તાન સરકાર ભારત જઈને વિશ્વકપ રમવાની મંજૂરી આપે છે તો પાકિસ્તાનની મેચ ચેન્નઈ, બેંગલુરૂ અને કોલકત્તામાં યોજવામાં આવે. 

પાકિસ્તાન બોર્ડ અમદાવાદમાં ટીમની સુરક્ષાને લઈને ચિંતિત છે પરંતુ ઇંઝમામ ઉલ હકની આગેવાનીમાં 2005માં પાકિસ્તાની ટીમે મોટેરામાં મેચ રમી હતી. સેઠીએ તે પણ કહ્યુ કે આગામી પાંચ વર્ષના ચક્ર માટે આઈસીસીની આવકમાં જો પાકિસ્તાનનો ભાગ વધારવામાં નહીં આવે તો તે નવા ઇનકમ મોડલનો સ્વીકાર કરશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news