AUS vs IND- આક્રમક, પરંતુ ખેલભાવનાથી રમોઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધ્યક્ષ એડિંગ્સે ટીમને કહ્યું
સાઉથ આફ્રિકામાં થયેલા બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સતત પોતાના ખેલાડીઓ પર સાફ ક્રિકેટ રમવાનો દબાવ બનાવી રહ્યાં છે. આ ક્રમમાં નવા અધ્યક્ષે ખેલાડીને ખેલ ભાવનાની સાથે મેદાન પર ઉતારવાની સલાહ આપી છે.
Trending Photos
સિડનીઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના નવા અધ્યક્ષ અર્લ એડિંગ્સે પોતાની ટેસ્ટ ટીમને ભારત વિરુદ્ધ સિરીઝમાં આક્રમક પરંતુ ખેલ ભાવનાથી રમવાનો આગ્રહ કર્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ 6 ડિસેમ્બરે એડિલેડમાં રમાશે. નવા કોચ જસ્ટિન લેંગરની સાથે ખેલાડીઓ પાસેથી ઈમાનદારીથી રમવાની આશા રાખવામાં આવી રહી છે.
એડિંગ્સના હવાલાથી સિડની મોર્નિંગ હેરાલ્ડમાં કહેવામાં આવ્યું, સારૂ અને આક્રમક રમો. લોકો ઈચ્છતા નથી કે આપણે રક્ષાણાત્મક રમો, પરંતુ તે એમ પણ ઈચ્છીએ કે અમે રમતનું સન્માન કરીએ. સારી રીતે જીતો અને હારવા પર પણ ગરિમા બનાવી રાખો.
તેણે કહ્યું, હું ખેલાડીઓને તે સલાહ આપીશ પોતાની સ્વાભાવિક રમત દેખાડે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટપ્રેમી આજ ઈચ્છી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, સાઉથ આફ્રિકામાં થયેલા બોલ ટેમ્પરિંગ મામલામાં વિવાદ બાદથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સતત પોતાના ખેલાડીઓને પર સાફ ક્રિકેટ રમવાનું દબાવ બનાવી રહ્યાં છે. આ ક્રમમાં હવે નવા અધ્યક્ષે ખેલાડીઓને ખેલ ભાવનાની સાથે મેદાન પર ઉતારવાની સલાહ આપી છે.
પ્રવાસ જતા પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ કહ્યું હતું કે, તે કોઈપણ સાથે ટકરાવા માંગતો નથી, પરંતુ વિપક્ષી ટીમ જે રીતે ક્રિકેટ રમશે, તેને તેવો જવાબ મળશે. હાલમાં સમાપ્ત થયેલી ટી20 સિરીઝ દરમિયાન કોઈ પ્રકારનો વિવાદ જોવા મળ્યો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે