પિતા શેન વોર્નને યાદ કરી ભાવુક થઇ પુત્રી, MCG માં બતાવ્યો રાજસ્થાન રોયલ્સનો ધ્વજ
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓફ સ્પિનર શેન વોર્નના નિધનને એક મહિનો થવા આવ્યો છે. અને આજે 30 માર્ચના રોજ મેલબોર્નના ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં શેન વોર્ડને અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. હજારો દર્શક, ક્રિકેટર અને અન્ય ક્ષેત્રોની હજારો હસ્તીઓ વચ્ચે શેન વોર્નને યાદ કરવામાં આવ્યા.
Trending Photos
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓફ સ્પિનર શેન વોર્નના નિધનને એક મહિનો થવા આવ્યો છે. અને આજે 30 માર્ચના રોજ મેલબોર્નના ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં શેન વોર્ડને અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. હજારો દર્શક, ક્રિકેટર અને અન્ય ક્ષેત્રોની હજારો હસ્તીઓ વચ્ચે શેન વોર્નને યાદ કરવામાં આવ્યા.
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં વોર્નને શ્રદ્ધાંજલિ આપવા માટે દિગ્ગજ ક્રિકેટર આવ્યા. બ્રાઇન લારા, માર્ક ટેલર, એલન બોર્ડર, મર્વ હ્યૂઝ, નાસિર હુસૈન સહિત અન્ય ક્રિકેટર્સ અહીં પેનલમાં સામેલ હતા. જેમણે શેન વોર્ન સાથે જોડાયેલી અલગ-અલગ યાદો પર ચર્ચા કરી.
ફક્ત ક્રિકેટર્સ જ નહી પરંતુ હોલીવુડના સ્ટાર્સ પણ અહીંન પહોંચ્યા. Kylie Minogue અને Hugh Jackman નો વીડિયો મેસેજ અહીંયા પ્લે કરવામાં આવ્યો, જેમાં બંનેએ પરફોર્મ કર્યું અને શેન વોર્નને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
Thousands are streaming into the MCG to say a final farewell to Shane Warne
Watch a live stream from 7pm AEDT on https://t.co/7zqZfepdLN and CA Live app #ShaneWarne pic.twitter.com/8zWFYXDkM1
— cricket.com.au (@cricketcomau) March 30, 2022
શેન વોર્નની પુત્રી સમર જૈકસને પોતાના પિતાને અહીં શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન સમર જૈકસન મંચ પર જ ભાવુક થઇ ગઇ અને રડવા લાગી. બ્રૂકે કહ્યું કે તમારે (શેન) અમને છોડ્યાને 26 દિવસ થઇ ગયા, હું કહી શકતી નથી કે હું તમને કેટલો પ્રેમ કરું છું. શેન વોર્નના ત્રણ બાળકો બ્રૂક, જૈકસન અને સમરે અહીં પોતાના પિતાને યાદ કર્યા.
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં આપવામાં આવી રહેલી વિદાયમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન પણ હાજર રહ્યા. વિક્ટોરિયા રાજ્યની સરકાર અને ઓસ્ટ્રેલિયાની સરકારે શેન વોર્નને રાજકીય સન્માનની સાથે વિદાય આપી હતી.
MCG માં જે પ્રકારે શેન વોર્નને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, ત્યાં રાજસ્થાન રોયલ્સનો ધ્વજ પણ લગાવવામાં આવ્યો. શેન વોર્નની કેપ્ટનશિપમાં જ રાજસ્થાન રોયલ્સે આઇપીએલ 2008 નો ખિતાબ જીત્યો હતો, જે પહેલી જ ટૂર્નામેન્ટ હતી.
તમને જણાવી દઇએ કે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્નનું નિધન 4 માર્ચ 2022 ના રોજ થાઇલેન્ડમાં થયું હતું. શેન વોર્ન અહીં ફરવા માટે આવ્યા હતા, જ્યાં વિલાના રૂમમાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે