ગાંગુલીએ બીસીસીઆઈ લોકપાલને હિતોના ટકરાવના મુદ્દે મોકલ્યો જવાબ

પશ્ચિમ બંગાળના ત્રણ ક્રિકેટપ્રેમિઓ રંજીત સીલ, અભિજીત મુખર્જી અને ભાસ્વતી શાંતુઆએ જસ્ટિસ (સેવાનિવૃત) ડી કે જૈનને અલગ અલગ પત્ર લખીને ગાંગુલીની બેવડી ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. ગાંગુલી હાલમાં બંગાળ ક્રિકેટ સંઘના અધ્યક્ષ અને દિલ્હી કેપિટલ્સના સલાહકાર છે. 

ગાંગુલીએ બીસીસીઆઈ લોકપાલને હિતોના ટકરાવના મુદ્દે મોકલ્યો જવાબ

નવી દિલ્હીઃ બંગાળ ક્રિકેટ એસોસિએશન (સીએબી)ના અધ્યક્ષ અને દિલ્હી કેપિટલ્સના સલાહકાર સૌરવ ગાંગુલીએ બીસીસીઆઈ લોકપાલ અને નૈતિકતા અધિકારી ડી કે જૈનને જવાબ મોકલીને સ્પષ્ટ કર્યું કે, તેમની બેવડી ભૂમિકામાં હિતોનો ટકરાવ નથી જેમ 3 ક્રિકેટપ્રેમિઓએ આરોપ લગાવ્યો હતો. બીસીસીઆઈ લોકપાલે ગાંગુલીને હિતોના ટકરાવ મામલા પર પોતાનો પક્ષ સ્પષ્ટ કરવાનું કહ્યું હતું. તે દિલ્હી કેપિટલ્સના સલાહકાર હોવાની સાથે કૈબના અધ્યક્ષ પણ છે. 

ગાંગુલીએ કહ્યું કે, તેણે જસ્ટિસ જૈનને પોતાનો જવાબ 6 એપ્રિલે મોકલી આપ્યો છે. પત્રમાં કહ્યું છે, દિલ્હી કેપિટલ્સની સાથે મારી ભૂમિકાને કારણે બીસીસીઆઈના બંધારણની અંદર કોઈ હિતોનો ટકરાવ કે વ્યાવસાયિક ટકરાવ નથી. તેમણે કહ્યું કે, તે કોઈપણ એવી સમિતિના સભ્ય નથી જે હાલના ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના સંગઠનને જોઈ રહી છે. 

પૂર્વ ભારતીય કેપ્ટન ગાંગુલીએ કહ્યું, 'હું તેવા કોઈ પદ પર નથી.' ન હું તો બીસીસીઆઈની કોઈ મુખ્ય પરિષદમાં છું અને ન તો બીસીસીઆઈ દ્વારા તેના બંધારણ મુજબ રચાયેલી કોઈ ક્રિકેટ સમિતિનો સભ્ય છું. તેણે કહ્યું, હું કોઈપણ સમિતિનો સભ્ય હોવાને નાતે કે આઈપીએલના સંબંધમાં બીસીસીઆઈ દ્વારા રચાયેલી કોઈ સંગઠનાત્મક શાખાના સભ્ય હોવાને નાતે આઈપીએલ પ્રશાસન, મેનેજમેન્ટ કે તેના સંચાલન સાથે જોડાયેલો નથી. 

તેમણે કહ્યું, પહેલા હું બીસીસીઆઈ ટેકનિકલ સમિતિ, આઈપીએલ ટેકનિકલ સમિતિ અને આઈપીએલ સંચાલન પરિષદમાં હતો. મેં બધામાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે, તે આઈપીએલ ટીમ કોલકત્તા નાઇટ રાઇડર્સ સાથે પણ જોડાયેલા નથી. આ પહેલા પશ્ચિમ બંગાળના ત્રણ ક્રિકેટપ્રેમિઓ રંજીત સીલ, અભિજીત મુખર્જી અને ભાસ્વતી શાંતુઆએ જસ્ટિસ (સેવાનિવૃત) ડી કે જૈનને અલગ-અલગ પત્ર લખીને ગાંગુલીની બેવડી ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news