માં બન્યા બાદ ભાવનાત્મક ઉતાર-ચઢાવ સાથે સંઘર્ષ કરી રહી છે સેરેના
સેરેના પ્રેગમેન્ટ હોવાને કારણે ગત વર્ષે સંપૂર્ણ ડબ્લ્યૂટીએ સત્રમાંથી બહાર રહી હતી.
Trending Photos
લોસ એન્જેલસઃ અમેરિકાની સ્ટાર ટેનિસ પ્લેયર સેરેના વિલિયમ્સે કહ્યું કે, તે માં બન્યા બાદ ભાવનાત્મક ઉતાર ચઢાવોથી સંઘર્ષ કરી રહી છે. વિશ્વની પૂર્વ નંબર-1 અને 23 વખતની ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન માટે હાલ ટેનિસ અને પારિવારિક જીવન વચ્ચે તાલમેલ બેસાડવો મુશ્કેલ થઈ રહ્યો છે. સેરેનાએ ગત વર્ષે એલેક્સિસ ઓહાનિયન સાથે લગ્ન કર્યા હતા.
સેરેના પ્રેગમેન્ટ હોવાને કારણે ગત વર્ષે સંપૂર્ણ ડબ્લ્યૂટીએ સત્રમાંથી બહાર રહી હતી. તેણે કહ્યું, મેં ઘણા લેખ વાંચ્યા છે જેમાં લખ્યું હતું માં બન્યા બાદ ભાવનાત્મક ઉતાર ચઢાવ ત્રણ વર્ષ સુધી રહે છે. સેરેનાએ સાન જોસમાં પ્રથમ જ રાઉન્ડમાં યોહાના કોન્ટા સામે 1-6, 0-6 હારી ગઈ જે તેના કેરિયરની સૌથી શરમજનક હાર છે.
— Serena Williams (@serenawilliams) August 6, 2018
36 વર્ષીય અમેરિકી સ્ટારે કહ્યું, ગત સપ્તાહ મારા માટે આસાન ન હતું. મને તેમ લાગી રહ્યું હતું કે, હું સારી માતા નથી. મેં મારી માતા, બહેન અને મિત્રો સાથે વાત કરી જેમણે કહ્યું કે, આમ થવું સ્વાભાવિક છે. કામ અને પરિવાર વચ્ચે તાલમેલ બેસાડવો ખૂબ મુશ્કેલ છે.
319 days since I gave birth to this amazing baby @OlympiaOhanian I’ve spent 319 of those days with her. I’m so fortunate. pic.twitter.com/IzMryymoSl
— Serena Williams (@serenawilliams) July 18, 2018
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે