શોએબ અખ્તરે ડિવિલિયર્સ પર કર્યો પ્રહાર- કહ્યું- તેણે દેશની ઉપર પૈસાને પસંદ કર્યાં

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે અબ્રાહમ ડિવિલિયર્સની ટીકા કરતા કહ્યું કે, તેણે દેશની ઉપર પૈસાને પસંદ કર્યાં. 

શોએબ અખ્તરે ડિવિલિયર્સ પર કર્યો પ્રહાર- કહ્યું- તેણે દેશની ઉપર પૈસાને પસંદ કર્યાં

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે અબ્રાહમ ડિવિલિયર્સની આલોચના કરતા કહ્યું કે, તેણે દેશની ઉપર પૈસાને પસંદ કર્યાં. અખ્તરે શુક્રવારે પોતાની યૂટ્યૂબ ચેનલ પર એક વીડિયો અપલોડ કર્યો, જેમાં તેણે આફ્રિકાની પૂર્વ બેટ્સમેનની ટીકા કરી છે. અખ્તરે કહ્યું, 'સૌથી પહેલા, લોકોએ તે ન ભૂલવું જોઈએ કે એબી ડિવિલિયર્સ પર આઈપીએલ અને પીએસએલની સાથે પોતાનો કરાર તોડીને વિશ્વ કપ માટે પોતાને ઉપલબ્ધ કરાવવાનો દબાવ હતો. પરંતુ તેણે આઈપીએલ અને પીએસએલ પસંદ કર્યું અને નિવૃતીની જાહેરાત કરતા પોતાને વિશ્વકપથી બચાવી લીધો હતો.'

ડિવિલિયર્સે આઈપીએલ અને પીએસએલને આપ્યું મહત્વ
વિશ્વ કપમાં આફ્રિકાના ખરાબ પ્રદર્શન બાદ તે ખુલાસો થયો કે ડિવિલિયર્સે પસંદગી સમિતિની સામે સ્પર્ધામાં રમવાનો પ્રસ્તાવ રાખ્યો હતો, જેને સમિતિએ નકારી દીધો. તેણે મે 2018માં સંન્યાસ લીધો હતો અને તે ટૂર્નામેન્ટ માટે ટીમમાં સામેલ થવા માટે યોગ્ય નથી. અખ્તરે કહ્યું, એટલે કે દરેક વસ્તુ પૈસાથી શરૂ થઈ. હું સમજુ છું કે તેણે પૈસાનો જોતા આ નિર્ણય લીધો. આ ખુલાસાનો સમય સવાલ ઉભા કરે છે. જ્યારે તેણે વિશ્વકપ પહેલા નિવૃતી લીધી હતી ત્યારે પણ આફ્રિકાની ટીમ ખરાબ ફોર્મમાં હતા. પરંતુ તેને ખ્યાલ રાખવો હતો કે તેના દેશને તેની જરૂર છે. પૈસા આજે કે કાલે આવશે, પરંતુ તમે વિશ્વકપને છોડીને પૈસાને પસંદ કર્યાં. 

તેણે કહ્યું, 'મને લોકોના પૈસા કમાવવાને લઈને કોઈ મુશ્કેલી નથી, પરંતુ તેની યોગ્ય રીત પસંદ કરો. જો તમારે પૈસા કમાવવા છે તો યોગ્ય નિર્ણય લો પરંતુ પોતાના દેશને પ્રાથમિકતા આપો. હવે તમે તમારા નામને સારૂ કરવા માટે નિવૃતીમાંથી પરત આવીને વિશ્વકપમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો, પરંતુ હું સમજું છું કે મેનેજમેન્ટનો નિર્ણય યોગ્ય હતો.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news