BCCI ચીફ સૌરવ ગાંગુલી હોસ્પિટલમાં દાખલ, ઓક્શન માટે પહોંચ્યા હતા બેંગલુરૂ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીને શુક્રવારે કાર્ડિયાક ચેકઅપ માટે બેંગલુરુની નારાયણા હેલ્થ સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીસીસીઆઇ પ્રમુખ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2022 મેગા ઓક્શન માટે શહેરમાં છે. આવતીકાલે સવારે 11 વાગ્યાથી હરાજી શરૂ થવાની છે.

BCCI ચીફ સૌરવ ગાંગુલી હોસ્પિટલમાં દાખલ, ઓક્શન માટે પહોંચ્યા હતા બેંગલુરૂ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીને શુક્રવારે કાર્ડિયાક ચેકઅપ માટે બેંગલુરુની નારાયણા હેલ્થ સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીસીસીઆઇ પ્રમુખ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2022 મેગા ઓક્શન માટે શહેરમાં છે. આવતીકાલે સવારે 11 વાગ્યાથી હરાજી શરૂ થવાની છે.

ડોકટરોની ટીમ કરી રહી છે તપાસ 
49 વર્ષીય સૌરવ ગાંગુલી જેમને આ વર્ષની શરૂઆતમાં હૃદયની બિમારીની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ડોકટરોની એક ટીમ તેના હૃદયની સ્થિતિની તપાસ કરી રહી છે. જો કે નારાયણ હેલ્થ સિટી હોસ્પિટલે તેમના સ્વાસ્થ્ય વિશે કોઈ અપડેટ આપ્યું નથી, પરંતુ તેને નિયમિત તપાસ તરીકે ગણવામાં આવે છે. ગાંગુલીને ગત વર્ષે છાતીમાં તકલીફની ફરિયાદ બાદ બે વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેની બે એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

ઓમિક્રોનથી સંક્રમિત થયા હતા દાદા
સૌરવ ગાંગુલી (જેને બંને કોરોનાની રસી આપવામાં આવી છે) ને જાન્યુઆરી 2022માં ઓમિક્રોનથી સંક્રમિત થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં તેમનો ભાઈ સ્નેહાસીશ ગાંગુલી પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. થોડા સમય પહેલા ગાંગુલીને પણ હાર્ટ એટેક આવ્યો હતો,  ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ગત વર્ષે આવ્યો હતો હાર્ટ એટેક
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઇના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ગયા વર્ષે હળવો હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેને કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સૌરવ ગાંગુલીને સવારે જિમમાં ચક્કર અને બેચેની અનુભવાઈ હતી જેના પછી તેને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news