US OPEN : પ્લિસ્કોવાને હરાવી સેરેના વિલિયમ્સ 12મી વખત સેમીફાઇનલમાં
અમેરિકાની સેરેના વિલિયમ્સ 18મી વખત યૂએસ ઓપનમાં રમી રહી છે. તેમાંથી તે છ વખત ચેમ્પિયન બની છે.
Trending Photos
ન્યૂયોર્કઃ અમેરિકન ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ વર્ષના ચોથા ગ્રાન્ડ સ્લેમ અમેરિકન ઓપનના સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે સતત નવમી વખત આ ટૂર્નામેન્ટના અંતિમ-4માં જગ્યા બનાવી છે. સેરેના 2008થી 2018 વચ્ચે માત્ર બે વખત 2010 અને 2017માં ટૂર્નામેન્ટની સેમીફાઇનલમાં ન પહોંચી શકી હતી. તેનું કારણ હતું કે તે આ બે વર્ષ ટૂર્નામેન્ટથી દૂર રહી હતી.
24માં ટાઇટલથી બે જીત દૂર છે સેરેના
17મી સીડ સેરેનાએ યૂએસ ઓપનના મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં ચેક રિપબ્લિકનની કૈરોલિના પ્લિસ્કોવાને સીધા સેટમાં 6-4, 6-3થી હરાવી હતી. 36 વર્ષીય સેરેના હવે પોતાના કેરિયરના 24માં ગ્રાન્ડસ્લેમ ટાઇટલની નજીક પહોંચી ગઈ છે. જો તે આ ટાઇટલ જીતશે તો ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ માર્ગ્રેટ કોર્ટના રેકોર્ડની બરોબરી કરી લેશે.
હવે દરેક મેચ મારા માટે મહત્વની
સેરેનાએ કહ્યું, હું હવે કેરિયરના તે સમય પર છું જ્યારે મારી માટે દરેક મેચનું ખુબ મહત્વ છે. હું માત્ર ટેનિસ કોર્ટ પર જઈને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઈચ્છું છું. મને ખ્યાલ છે કે મારી પાસે આગામી કેટલાક વર્ષો બાદ ચેમ્પિયનશિપમાં રમવા અને જીતવાની તક ઓછી હશે.
રાફેલ નડાલ પણ સેમીમાં
વર્લ્ડ નંબર-1 રાફેલ નડાલ વર્ષના ચોથા ગ્રાન્ડ સ્લેમ અમેરિકન ઓપનના સેમીફાઇનલમાં પહોંચી ગયો છે. મેરેથોન ક્વાર્ટર ફાઇનલમાં તેણે ઓસ્ટ્રિયાના ડોમિનિક થિએમને પરાજય આપ્યો હતો. 4 કલાક 49 મિનિટ સુધી ચાલેલા મેચમાં સ્પેનના દિગ્ગજ નડાલે થિએમનો પડકાર ધ્વસ્ત કર્યો હતો. નંબર-1 નડાલે પાંચ સેટ સુધી ચાલેલા આ મેચમાં થિએમને 0-6, 6-4, 7-5, 6-7 (4-7), 7-6 (7-5) હરાવીને અંતિમ ચારમાં પ્રવેશ કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે