ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયારી

Mahakumbh 2025:  ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 દરમિયાન મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવશે. આ માટે યોગી સરકાર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ મેળામાં કરોડો ભક્તો પ્રયાગરાજ પહોંચશે. 

ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયારી

પ્રયાગરાજઃ કરોડો હિંદુઓની આસ્થાના પ્રતીક સમાન મહાકુંભના મેળાની રંગારંગ તૈયારીઓ ચાલી રહી છે... મેળાને ઐતિહાસિક બનાવવા માટે યોગી સરકાર સજ્જ છે... તો પોલીસ પણ કોઈજાતની કચાશ બાકી ન રહી જાય તે માટે રિહર્સલ કરી રહી છે... ત્યારે મહાકુંભના મેળાનો કેવો માહોલ છે?... તંત્ર દ્વારા કેવી તૈયારીઓ કરાઈ રહી છે?... જોઈશું આ રિપોર્ટમાં...

આ તમામ દ્રશ્યો એટલા માટે જોવા મળવાના છે... કેમ કે 13 જાન્યુઆરીથી ઉત્તક પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો યોજાવા જઈ રહ્યો છે... અહીંયા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 40 કરોડ જેટલાં સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ શ્રદ્ધાની ડૂબકી લગાવશે...

મહાકુંભમાં જ્યાં શ્રદ્ધાળુઓ પહોંચશે ત્યાં સાધુ-સંતોનો જમાવડો પણ થવાનો છે... સાધુ-સંતોની પેશવાઈ પછી જ મહાકુંભનું શાહી સ્નાન શરૂ થાય છે... મહાકુંભમાં અખાડાની પેશવાઈ શરૂ થઈ ગઈ છે... ડ્રોન દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વિવિધ સાધુ-સંતો વાહનોમાં બિરાજમાન થઈને પ્રયાગરાજ પહોંચી રહ્યા છે....  

મહાકુંભના મેળાને ઐતિહાસિક બનાવવા માટે તંત્ર તમામ તૈયારીઓ કરી રહી છે... જેમાં આ વખતે અનોખો ડિજિટલ અનુભવ પણ જોવા મળશે... જેમાં દુનિયાભરના લોકો AI ચેટબોટનો ઉપયોગ કરીને ઘરેબેઠાં ભક્તો ડિજિટલ અનુભવ પણ મેળવી શકશે અને તેમને યાદગાર પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે... સાથે જ ભક્તોને ક્યાં જવું છે તેની માહિતી પણ તેઓ ચેટબોટની મદદથી મેળવી શકશે... આ વ્યવસ્થા માટે આખી ટીમ તહેનાત કરવામાં આવી છે... 

શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે રેલવે વિભાગ તરફથી પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે... 

ઉદયપુર સિટી-ધનબાદ-ઉદયપુર સ્પેશિયલ ટ્રેન 19 જાન્યુઆરીએ ઉપડશે...
બાડમેર-બરૌની-બાડમેર ટ્રેન 19 જાન્યુઆરીએ ઉપડશે...
સાબરમતી-બનારસ-સાબરમતી મેલા સ્પેશિયલ ટ્રેન 16 જાન્યુઆરીએ ઉપડશે..
ભાવનગર-બનારસ-ભાવનગર ટર્મિનસ 22 જાન્યુઆરીએ ઉપડશે...
રાજકોટ-બનારસ-રાજકોટ મેલા સ્પેશિયલ 6 ફેબ્રુઆરીએ ઉપડશે...
વેરાવળ-બનારસ-વેરાવળ મેલા સ્પેશિયલ 22 ફેબ્રુઆરીએ ઉપડશે...
આ સિવાય જયપુરથી પ્રયાગરાજ માટે સીધી ફ્લાઈટ પણ જશે...
10 જાન્યુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી આ ફ્લાઈટ ચાલુ રહેશે..

ઉત્તર પ્રદેશની પોલીસ પણ મહાકુંભના મેળાના પગલે એક્શન મોડમાં છે... રવિવારે પોલીસ કર્મચારીઓની ટુકડીએ અશ્વ પર સવાર થઈને મહાકુંભ વિસ્તારનું નિરીક્ષણ કર્યુ... 

તમામ તૈયારીઓ થઈ ગઈ છે... સાધુ-સંતો પહોંચી રહ્યા છે... પોલીસ પણ સજ્જ છે... સરકાર પણ તૈયાર છે... રાહ જોવાઈ રહી છે 13 જાન્યુઆરીની... જ્યારે મહાકુંભ મેળો ખુલ્લો મૂકાશે અને કરોડો સાધુ-સંતો 45 દિવસ સુધી સંગમમાં શાહી સ્નાન કરશે... તેની સાથે જ પ્રયાગરાજમાં અદભૂત, અપ્રતિમ અને ઐતિહાસિક દ્રશ્યો જોવા મળશે... 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news