Vinesh Phogat : તે મરી શકતી હતી... વિનેશ ફોગાટના કોચે જણાવ્યું સત્ય, જણાવી ઓલિમ્પિકની તે રાતની કહાની

વિનેશ ફોગાટ માટે છેલ્લા કેટલાક દિવસ ખુબ મુશ્કેલ રહ્યાં છે. ગોલ્ડ મેડલની નજીક પહોંચેલી વિનેશ ફોગાટને 100 ગ્રામ વજન વધુ હોવાને કારણે અયોગ્ય ઠેરવી દેવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સે તેની અપીલ પણ ફગાવી દીધી હતી. 
 

Vinesh Phogat : તે મરી શકતી હતી... વિનેશ ફોગાટના કોચે જણાવ્યું સત્ય, જણાવી ઓલિમ્પિકની તે રાતની કહાની

નવી દિલ્હીઃ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટના એડ હોક વિભાગે બુધવારે વધુ વજનના કારણે પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાંથી તેની ગેરલાયક ઠેરવવા સામે વિનેશની અપીલને ફગાવી દીધી હતી. જેનાથી સિલ્વર મેડલ મળવાની આશા સમાપ્ત થઈ ગઈ. મહિલાઓના 50 કિલોગ્રામ ભાર વર્ગની ફાઈનલ પહેલા વિનેશનું વજન 100 ગ્રામ વધુ આવ્યું અને તેને અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. વજન ઘટાડવા માટે વિનેશના કોચ અને સ્ટાફે જે રીત અજમાવી તે સફળ થઈ શકી નહીં. ત્યારબાદ પેરિસ ગેમ્સમાં વિનેશ ફોગાટના કોચ રહેલા વૂલર એકોસે ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. કોચે કહ્યું કે તેમને એકવાર લાગ્યું હતું કે વિનેશ મરી જશે.

કોચ વૂલર એકોસે એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું કે ઓલિમ્પિક ફાઈનલની એક રાત પહેલા વજન ઘટાડવા માટે આશરે સાડા પાંચ કલાક વિનેશે અલગ-અલગ કસરત કરી. આ દરમિયાન તેમને ડર હતો કે અભ્યાસ બાદ રેસલરનું મોત થઈ શકે છે. કોચે પોસ્ટમાં જણાવ્યું કે કઈ રીતે પ્રથમ ઓલિમ્પિક મેડલ જીતવા માટે રેસલરે જીવ લગાવી દીધો હતો. તેમણે કહ્યું- સેમીફાઈનલ બાદ 2.7 કિલોગ્રામ વજન વધુ હતું, અમે એક કલાક 20 મિનિટ સુધી કસરત કરી, છતાં વજન 1.5 કિલો વધુ હતું. ત્યારબાદ 50 મિનિટનું સૌના, જ્યાં તેના શરીરમાંથી પરસેવાનું એક ટીંપુ પણ ન દેખાયું.

તેમણે કહ્યું- ત્યારબાદ કોઈ વિકલ્પ બચ્યો નહોતો અને અડધી રાતથી સવારે 5.30 કલાક સુધી, તે અલગ-અલગ કાર્ડિયો મશીનો અને કુશ્તીના દાવ-પેચો પર કામ કરતી રહી, તે એક કલાકમાં થોડી મિનિટોનો બ્રેક લઈને 40-45 મિનિટ સુધી પ્રયાસ કરતી હતી. પછી તે શરૂ કરે અને પડી જતી પરંતુ અમે કોઈ રીતે તેને ઉભી કરી અને પછી તેણે સૌનામાં એક કલાક પસાર કરી. હું ઈરાદાપૂર્વક વધુ ડ્રામા લખવા ઈચ્છતો નથી, પરંતુ મને માત્ર તે યાદ આવી રહ્યું છે કે હું વિચારી રહ્યો હતો કે તે મરી શકે છે.

29 વર્ષની વિનેશને પાછલા સપ્તાહે મહિલા 50 કિલો ફ્રીસ્ટાઇલ કુશ્તીની ફાઈનલ પહેલા અયોગ્ય જાહેર કરવામાં આવી હતી, કારણ કે તેનું વજન નક્કી મર્યાદા કરતા 100 ગ્રામ વધુ હતું. કોર્ટના નિર્ણય બાદ વિનેશ ફોગાટની સિલ્વર મેડલની આશા પણ પાણીમાં તણાઈ ગઈ હતી. ભારતે પેરિસ ઓલિમ્પિક્સમાં કુલ છ મેડલ કબજે કર્યાં હતા, જેમાં એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ સામેલ છે. અયોગ્ય ઠેરવ્યા બાદ વિનેશ ફોગાટ એટલી તૂટી ગઈ હતી કે તેણે રેસલિંગને અલવિદા કહી દીધું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news