Vinesh Phogat : વિનેશ ફોગાટ એશિયન ગેમ્સમાંથી બહાર થઈ ગઈ છે. વિનેશ ફોગાટનું 2026 એશિયન ગેમ્સમાં ભાગ લેવાનું સપનું તૂટી ગયું છે. 30 મે, શનિવારે નવી દિલ્હીમાં એશિયન ગેમ્સના ટ્રાયલ્સના ભાગરૂપે આયોજિત 53 કિગ્રા મહિલા ફ્રી સ્ટાઇલ કેટેગરીની સેમિફાઇનલમાં મીનાક્ષી ગોયતે વિનેશ ફોગાટને હરાવી હતી.
Vinesh Phogat : રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)એ મહિલા રેસલર વિનેશ ફોગાટ સામે મોટી કાર્યવાહી કરી છે. એન્ટી ડોપિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેના પર અસ્થાયી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરિણામે તે નેશનલ ઓપન રેન્કિંગ રેસલિંગ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં.
Vinesh Phogat Big Claim: ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટે, જેણે તાજેતરમાં પેરિસ 2024 ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર કર્યા પછી નિવૃત્તિની જાહેરાત કરી હતી, તેણે દાવો કર્યો હતો કે તેણે અયોગ્ય જાહેર થયા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો.
ભૂતપૂર્વ ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. પેરિસ ઓલિમ્પિક 2024માં 50 કિગ્રા કુસ્તીની ફાઇનલ મેચના દિવસે વજનને કારણે તેણીને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. જ્યારે તે તૂટી પડી ત્યારે શું તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો હતો? વિનેશ ફોગટે પોતે કહ્યું કે હા, પરંતુ તેણે મોદી સાથે વાત કરી ન હતી.
Vinesh Phogat Net Worth: જુલાનાથી કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટની કુલ જંગમ અને જંગમ સંપત્તિની વિગતો જાહેર કરવામાં આવી છે. તેમણે બુધવારે 11મી સપ્ટેમ્બરે કોંગ્રેસની ટિકિટ પર પોતાનું નામાંકન જાહેર કર્યું છે.
રાજકારણમાં લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો શુક્રવારે અંત આવી ગયો. વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા આખરે કોંગ્રેસમાં જોડાઈ ગયા અને ગણતરીના કલાકોમાં જ પાર્ટીએ વિનેશ ફોગાટને વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ પણ પકડાવી દીધી. વિનેશ ફોગાટે આ અવસરે કોંગ્રેસમાં જોડાવવાનું કારણ પણ જણાવી દીધુ.
હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને હવે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. આજે જ કોંગ્રેસમાં જોડાયેલી પહેલવાન વિનેશ ફોગાટને પણ કોંગ્રેસે ટિકિટ આપી છે.
કોંગ્રેસમાં સામેલ થયા બાદ વિનેશ અને બજરંગ હવે કુશ્તીના અખાડાથી રાજકારણના અખાડામાં જોવા મળશે. બંને ખેલાડીઓ હરિયાણા વિધાનસભા ચૂંટણીની બરાબર પહેલા કોંગ્રેસમાં જોડાયા છે.
Haryana Assembly Election 2024: પહેલવાન બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. બંનીની મુલાકાતની તસવીર પણ સામે આવી છે. આ મુલાકાત બાદ આ બંને ચૂંટણી લડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
Wrestling Players Bad Experience : હરિયાણામાં ગુજરાતની કુસ્તી ટીમ સાથે ભેદભાવનો લાગ્યો આરોપ... નડીયાદ એકેડેમી સિવાયના ખેલાડીઓએ ગોડાઉન જેવા હોલમાં વિતાવી રાત.. સૂવાની પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ..
Bajrang Punia: રેસલિંગની સ્ટાર વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક્સમાં એક મોટો મુદ્દો સાબિત થઈ. તેમના સાથી બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે દરેક જગ્યાએ તેમનો સપોર્ટ કર્યો. પરંતુ સ્વાગત સમારોહમાં બજરંગ પુનિયાએ એક મોટી ભૂલ કરી નાંખી. જેના કારણે સોશિયલ મીડિયામાં બબાલ મચી ગઈ.
વિનેશ આજે ભારત પાછી ફરી અને દિલ્હી એરપોર્ટ પર જે રીતે ધીરજનો બંધ તૂટતા આંસુઓનું પૂર આવ્યું તે જોઈને દરેકની આંખના ખૂણા ભીના થઈ ગયા. જુઓ તસવીરો.....
વતન પહોંચતા જ ભાવુક થઇ વિનેશ... ઓલિમ્પિક 2024માં ભાગ લઇને પરત ફરતા વિનેશ ફોગાટનું દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત
Paris Olympics 2024: વિનેશ ફોગાટે કહ્યું કે જો પેરિસ ઓલિમ્પિક પછી આવા સંજોગો ઉભા ન થયા હોત તો મેં કુસ્તીને અલવિદા ન કહ્યું હોત, પરંતુ 2032 સુધી કુસ્તી ચાલુ રાખી હોત.
વિનેશ ફોગાટ માટે છેલ્લા કેટલાક દિવસ ખુબ મુશ્કેલ રહ્યાં છે. ગોલ્ડ મેડલની નજીક પહોંચેલી વિનેશ ફોગાટને 100 ગ્રામ વજન વધુ હોવાને કારણે અયોગ્ય ઠેરવી દેવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સે તેની અપીલ પણ ફગાવી દીધી હતી.
પેરિસ ઓલિમ્પિક્સમાં વજન વધુ હોવાને કારણે વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરી દીધી હતી. ત્યારબાદ વિનેશે આ મુદ્દે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. હવે કોર્ટે વિનેશની અરજી ફગાવી દીધી છે.
Vinesh Phogat Silver Medal Case Update: વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવામાં સફળ થશે કે નહીં તે જાણવા માટે તેણે બીજા એક-બે દિવસ રાહ જોવી પડશે. ર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) એ વિનેશના કેસ પર ચુકાદો આપવા માટે સમયમર્યાદા લંબાવી હતી. હવે આ નિર્ણય શુક્રવાર 16 ઓગસ્ટે અપેક્ષિત છે.
પેરિસ ઓલિમ્પિક્સ દરમિયાન રેસલર વિનેશ ફોગાટે 6 ઓગસ્ટે 50 કિલોગ્રામ વર્ગમાં સતત ત્રણ મેચ રમી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો અને સિલ્વર મેડલ પાક્કો કરી લીધો હતો. પરંતુ બીજા દિવસે વજન વધારે હોવાને કારણે વિનેશને ડિસક્વોલિફાઈ કરી દેવામાં આવી હતી. તેના વિરુદ્ધ વિનેશે CAS કોર્ટમાં અપીલ કરી હતી.
Weight Loss Tips : તાજેતરમાં, કુસ્તીબાજ વિનેશ ફોગટના પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થયા પછી, સવાલો ઉભા થઈ રહ્યા છે કે એક દિવસમાં કેટલું વજન ઓછું કરી શકાય છે. જીમમાં પસીનો પાડતા લોકો માટે આ ટિપ્સ બહુ કામની છે
Vinesh Phogat Medal: ભારત પેરિસ ઓલિમ્પિક 2024માં એક પણ ગોલ્ડ મેડલ જીતી શક્યું નથી. વિનેશ ફોગાટ ફાઈનલ રેસલિંગ મેચમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. જેના કારણે ગોલ્ડનું સપનું પણ તૂટી ગયું હતું. જો કે, હવે વિનેશને સિલ્વર મેડલ મળે તેવી તમામને અપેક્ષા છે. વિનેશ ફોગટને સિલ્વર મેડલ મળશે કે નહીં તે સીએએસમાં નક્કી કરવાનું રહેશે. અહીં વિનેશનું પ્રતિનિધિત્વ ભારતીય વકીલ હરીશ સાલ્વેએ કર્યું છે. આ અંગેનો નિર્ણય આજે કે કાલે આવે તેવી શક્યતા છે.
વજન વધી જવાના કારણે વિનેશ ગોલ્ડ મેડલ મેચ પહેલા જ ડિસ્ક્વોલીફાય થઈ ગઈ. ભારતીય રેસલરે આ સમગ્ર મામલે પૂરેપૂરી જાણકારી કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)ને આપી છે.
Kangana Ranaut Support Vinesh Phogat:વિનેશ ફોગાટને બુધવારે ઓલમ્પિક માટે અયોગ્ય ઘોષિત કરવામાં આવી. ત્યાર પછી વિનેશ ફોગાટે નિવૃત્તિ પણ જાહેર કરી દીધી છે. જેને લઈને દેશભરના લોકો વિનેશ ફોગાટ માટે પોતાનું સમર્થન વ્યક્ત કરી રહ્યા હતા. આ યાદીમાં અભિનેતામાંથી રાજનેતા બનેલી કંગનાએ પણ વિનેશ ફોગાટ માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે પરંતુ એક ટોણો માર્યા પછી.