Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ, વનડેમાં આવું કરનાર બન્યા દુનિયાના ચોથા ખેલાડી

Virat Kohli: એશિયા કપ 2023 માં નેપાળની ટીમ સામે રમાઇ રહેલી મેચ દરમિયાન ટીમ ઇન્ડીયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે.

Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ, વનડેમાં આવું કરનાર બન્યા દુનિયાના ચોથા ખેલાડી

Most catches in ODI career: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) ના નામે ઘણા મોટા રેકોર્ડ છે. તેની યાદીમાં વધુ એક રેકોર્ડનો ઉમેરો થયો છે. ખાસ વાત એ છે કે આ વખતે વિરાટ કોહલી (Virat Kohli) એ બેટ્સમેન તરીકે નહીં પરંતુ ફિલ્ડર તરીકે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે આ રેકોર્ડ એશિયા કપ 2023માં નેપાળની ટીમ સામે રમાઈ રહેલી મેચ દરમિયાન બનાવ્યો હતો.

વિરાટ કોહલીએ પોતાના નામે કર્યો આ મોટો રેકોર્ડ
આ મેચની શરૂઆતમાં વિરાટ કોહલી (Virat Kohli) એ એક કેચ છોડ્યો હતો. પરંતુ ઇનિંગ્સની 30મી ઓવરમાં કોહલી (Virat Kohli) એ નેપાળના ઓપનર બેટર આસિફ શેખનો બેસ્ટ કેચ લીધો હતો. વનડે ક્રિકેટમાં વિરાટ કોહલી (Virat Kohli)નો આ 143મો કેચ હતો. આ સાથે તે ODI ક્રિકેટમાં સૌથી વધુ કેચ પકડવાના મામલે ચોથા નંબર પર આવી ગયો છે. આ મામલામાં તેણે ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર રોસ ટેલરને પાછળ છોડી દીધો છે.

મહેલા જયવર્દને આ યાદીમાં ટોચ પર
વનડે ક્રિકેટમાં સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્દને Mahela Jayawardene) ના નામે છે. મહેલા જયવર્દનેએ 448 મેચમાં 218 કેચ પકડ્યા છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ (Ricky Ponting) બીજા સ્થાને છે. તેમણે 375 મેચમાં 160 કેચ પકડ્યા છે. આ યાદીમાં પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન (Mohammad Azharuddin) પણ સામેલ છે. અઝહરુદ્દીન 334 મેચમાં 156 કેચ સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે વિરાટ કોહલી (Virat Kohli) ચોથા સ્થાને અને રોસ ટેલર 142 કેચ સાથે પાંચમા સ્થાને છે.

વનડે ક્રિકેટમાં સૌથી વધુ કેચ પકડનાર ખેલાડી

મહેલા જયવર્દને      448 મેચ     218 કેચ 
રિકી પોન્ટિંગ      375 મેચ     160 કેચ
મોહમ્મદ અઝહરુદ્દીન     334 મેચ     156 કેચ
વિરાટ કોહલી     277 મેચ     143 કેચ
રોસ ટેલર         236 મેચ     142 કેચ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news