વીરેન્દ્ર સેહવાગે સચિન તેંડુલકરને ગણાવ્યા રામ, પોતે બન્યો ગદાધારી હનુમાન

સચિન અને વીરેન્દ્ર સેહવાગ ભારતીય ક્રિકેટની સફળ ઓપનિંગ જોડી છે. 

વીરેન્દ્ર સેહવાગે સચિન તેંડુલકરને ગણાવ્યા રામ, પોતે બન્યો ગદાધારી હનુમાન

નવી દિલ્હીઃ  ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે હંમેશા ગોડ જી કહેવામાં આવે છે. આ વખતે વીરેન્દ્ર સેહવાગે માસ્ટર બ્લાસ્ટરને રામ ગણાવ્યા છે, જ્યારે પોતાને ગદાધારી હનુમાન કહ્યો છે. વિરુએ સોશિયલ મીડિયા પર એક તસ્વીર પોસ્ટ કરી છે, જેમાં તે સચિન તેંડુલકરની સાથે દેખાઇ છે. મહત્વનું છે કે વિરુ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. 

સેહવાગે તસ્વીરની સાથે ઇંસ્ટાગ્રામ પર લખ્યું, જ્યારે તમે ભગવાનની સાથે હોવ ત્યારે તેમના ચરણોની પાસે હોવું સારૂ હોઈ છે. આ તસ્વીરને સચિન તેંડુલકરને ટેગ કરી. તેણે સાથે હેસટેગ લગાવ્યો હૈમર નહીં ગદા છે અને રામજી, હનુમાનજી. આ તસ્વીર એક ખાનગી કાર્યક્રમ દરમિયાનની છે. 

A post shared by Virender Sehwag (@virendersehwag) on

તસ્વીરમાં સેહવાગને એક ગદા જેમ હાથમાં હોઈ તેમ દેખાઈ છે, જ્યારે સચિનના હાથમાં ચાનો કપ છે. મહત્વનું છે કે, આ જોડીએ ક્રિકેટમાં ભારત માટે ઘણું કર્યું છે. સચિન અને સેહવાગે 93 વનડેમાં ઓપનિંગ કરી છે. 

આ દરમિયાન તેણે 42.13ની એવરેજથી 3919 રન બનાવ્યા. જેમાં 12 સદી અને 18 અર્ધસદીની ઈનિંગ સામેલ છે. રેકોર્ડ પર નજર કરવામાં આવે તો આ ઈન્ટરનેશનલ વનડે ક્રિકેટમાં ચોથી બેસ્ટ ઓપનિંગ જોડી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news