VIDEO: કેમેરામેનના માથે જઈ વાગ્યો બેટ્સમેનનો આ ઘાતક શોટ, શખ્શનો થયો આબાદ બચાવ
આઇપીએલ સીઝન 15 ની 9 મી મચ રાજસ્થાન રોયલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ દરમિયાન કેમેરામેનનો આબાદ બચાવ થયો. મુંબઇના બેટ્સમેનનો એક શોટ સીધો કેમેરામેનના માથે જઈ વાગ્યો હતો.
Trending Photos
નવી દિલ્હી: આઇપીએલ 2022 ની 9 મી મેચ રાજસ્થાન રોયલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાને મુંબઇને 23 રનથી હરાવ્યું. મેચમાં ફેન્સ ખુબ જ ચોક્કા છક્કા જોવા મળ્યા. પરંતુ મુંબઇના બેટ્સમેન તિલક વર્માનો એક શોટ મેદાન પર હાજર કેમેરામેન માટે ઘાતક સાબિત થયો. આ શોટનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ શોટ સીધો એક કેમેરામેનના માથે જઈને વાગ્યો હતો.
કેમેરામેનનો આબાદ બચાવ
આ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને વધુ એક હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ આ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સના બેસ્ટમેન તિલક વર્માએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું અને રાજસ્થાનના બોલરોની ખુબ જ ધોલાઈ કરી. આ ઇનિંગ દરમિયાન તેની એક સિક્સથી કેમેરામેનનો આબાદ બચાવ થયો. ઇનિંગની 12 મી ઓવરમાં રિયાન પરાગના બોલ પર તિલકે છક્કો ફટકાર્યો, આ શોર્ટ બાઉન્ડ્રી બહાર હાજર કેમેરામેનના માથે જઈને વાગ્યો. જો કે, હેરાન કરવાની વાત એ છે કે, બોલ સીધો કેમેરામેનના માથે વાગ્યો પરંતુ તેને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે અને આ નજારો જોઇ દરેક લોકો આશ્ચર્યચકિત થયા.
અહીં જુઓ તિલક વર્માનો આ શોટ
Mi Batter TilakVarma Six Nad Hit The ball On CameraMan Head. pic.twitter.com/I8E1GiD8Oz
— Jalaluddin Sarkar (Thackeray) 🇮🇳 (@JalaluddinSark8) April 2, 2022
મહિલા ફેન્સના માથે પણ વાગ્યો બોલ
આ ઘટનાથી પહેલા આ સીઝનમાં જ મહિલા ફેન્સ પણ ઘાયલ થઈ હતી. લખનઉ સુપર જાયન્ટ્સના બેટ્સમેન આયુષ બદોનીએ ચેન્નાઈ સામે સ્વીપ શોર્ટ રમતા ડીપ સ્ક્વેર લેગ પર લાંબી સિક્સ મારી હતી. પરંતુ આયુષના આ શોટના કારણે સ્ટેડિમયમાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. આ બોલ સ્ટેન્ડમાં જઈ સીધો એક મહિલા ફેનના માથા પર વાગ્યો હતો. જે બાદ મહિલા થોડીવાર સુધી તો માથું પકડીને બેસી ગઈ હતી. આયુષ બદોણીનો એક છક્કો ફેન્સ માટે ઘણો મોંઘો સાબિત થયો હતો.
અહીં જુઓ મહિલા ફેન્સનો આ વીડિયો
Ayush Badoni Six Hits Spectator During LSG vs CSKhttps://t.co/O2lRuDTJlP
— MohiCric (@MohitKu38157375) March 31, 2022
તિલક વર્માએ રચ્યો ઇતિહાસ
મુંબઇ ઇન્ડિયન્સ માટે બે મેચ રમનાર તિલક વર્માએ રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર ફિફ્ટી ફટકારી હતી. તિલકે 33 હોલમાં 61 રનની ઇનિંગ રમી હતી. તેમાં તેણે 3 ચોક્કા અને 5 છક્કા ફટકાર્યા હતા. આ ફિફ્ટી સાથે તિલક વર્માએ તેના નામે એક મોટો રેકોર્ડ નોંધાવ્યો છે. તે મુંબઇ ઇન્ડિયન્સ માટે સૌથી નાની ઉંમરમાં ફિફ્ટી ફટકારનાર ખેલાડી બની ગયો છે. તિલકે આ કારનામો 19 વર્ષ 145 દિવસની ઉંમરમાં કર્યો. આ પહેલા આ રેકોર્ડ ઇશાન કિશનના નામે હતો. ઇશાને 19 વર્ષ 278 દિવસની ઉંમરમાં મુંબઇ ઇન્ડિયન્સ માટે ફિફ્ટી ફટકારી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે