India vs England: શું ત્રીજી ટેસ્ટ પહેલા ફીટ થઈ જશે વિરાટ કોહલી?
ભારતીય ટીમ શ્રેણીમાં 0-2થી પાછળ છે અને ત્રીજી ટેસ્ટ મેચ શનિવારથી શરૂ થવાની છે.
Trending Photos
લંડનઃ લોર્ડ્સ ટેસ્ટમાં ભારતીય ટીમને શર્મજનક પરાજય મળ્યો. આ મેચમાં કેપ્ટન કોહલી પોતાની કમરના દુખાવાથી પરેશાન જણાયો. ભારતીય ટીમ માટે આ ખૂબ ચિંતાનો વિષય છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ 18 ઓગસ્ટથી નોટિંઘમમાં શરૂ થઈ રહી છે. શ્રેણીમાં પહેલા જ 2-0થી આગળ ચાલી રહેલી ઈંગ્લેન્ડની ટીમ આ મેચમાં શ્રેણી પર કબજો કરવા મેદાને ઉતરશે. કોહલીને આ મેચમાં જરૂરીયાતનો ખ્યાલ છે અને આ કારણે તે ફિટ થવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
ભારતીય બેટિંગમાં માત્ર કોહલી જ રન બનાવી રહ્યો છે. રવિવારે મેચમાં ખૂબ મુશ્કેલીમાં બેટિંગ કરી રહ્યો હતો. આ દુખાવાને કારણે તેને 37 મિનિટ મેદાનમાંથી બહાર રહેવું પડ્યું હતું અને તે કારણે ચારની જગ્યાએ પાંચ નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. તેના ચહેરા પર મુશ્કેલી દેખાતી હતી. રન દોડવા પણ તેની માટે આસાન નન હતા. કોહલી જ્યારે આઉટ થઈને પેવેલિયન પહોંચ્યો તો સવાલ ઉઠ્યા કે તે શું આગામી મેચ માટે ફિટ થઈ જશે?
કોહલીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, આજ અને કાલનો દિવસ સારો રહ્યો નથી. કમરમાં દુખાવા વિશે તમે કશું કહી ન શકો. સાઉથ આફ્રિકાના પ્રવાસના અંતમાં પણ આમ થયું અને મારે એક ટી20 મેચ ગુમાવવો પડ્યો હતો. આ દુખાવો મેચ પહેલા શરૂ થયો હતો. તે સારી વાત છે કે આગામી મેચ પહેલા મારી પાસે પાંચ દિવસનો સમય છે.
ભારતીય ટીમ પાસે હવે થોડા દિવસનો સમય છે. ટીમ બુધવારે આગામી ટેસ્ટ માટે નોટિંઘમ જશે. ટીમનું પ્રથમ પ્રેક્ટિસ સેશન ગુરૂવારથી શરૂ થશે. તે પણ નક્કી છે કે ફિઝિયો કોહલીની સાથે વધારાનો સમય આપશે. તેનો પ્રયત્ન હશે કે કોહલી આગામી ટેસ્ટ પહેલા ફિટ થઈ જશે. કોહલીને ખ્યાલ છે કે તેની ગેરહાજરીમાં ટીમના બેટિંગ ક્રમ પર કેટલો દબાવ પડશે. કોહલીએ રવિવારે કહ્યું હતું કે મને આશા છે કે બેટિંગ કરવા માટે 100 ટકા ફિટ થઈ જઈશ. હા મારે રનિંગ વિશે વિચારવું પડશે જે આજે પણ મારા માટે મુશ્કેલ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે