Mumtaz patel News

મતદાન કેન્દ્ર પર જોવા મળ્યો 'રાજશાહી' અને 'લોકશાહી' નો સમન્વય, જુઓ તસવીરો
Gujarat Elections 2022 : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં સામાન્ય લોકોની માંડીને સેલિબ્રિટી પણ મતદાન કરી રહ્યા છે. ત્યારે રાજકોટમાં રાજવી પરિવારે પણ  ચૂંટણીમાં મતદાન કર્યુ છે. રાજકોટના રાજા માંધાતાસિંહ અને મહારાણી કાદમ્બરી દેવી મતદાન કરાવા માટે વિન્ટેજ કારમાં આવ્યા હતા. આ દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. માંધાતાસિંહ અને તેમના પરિવાર એ તમામ શહેરીજનોને મતદાન કરવાની અપીલ કરી હતી. તો બીજી તરફ અહેમદ પટેલની દિકરી મુમતાઝ, રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની રિવાબા જાડેજા લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો. મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જુઓ તસવીરી ઝલક.... 
Dec 1,2022, 11:08 AM IST

Trending news