વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપઃ સાઇના નેહવાલ ક્વાર્ટર ફાઇનલમાં, કિદાંબી હાર્યો

આ પહેલા ભારતીય મિક્સ્ડ ડબલ્સ જોડી સાત્વિક સાઇરાજ અને અશ્વિની પોનપ્પાએ પણ જીત મેળવી.

 વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપઃ સાઇના નેહવાલ ક્વાર્ટર ફાઇનલમાં, કિદાંબી હાર્યો

નવી દિલ્હીઃ સ્ટાર ભારતીય શટલર કિદાંબી શ્રીકાંતને વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગુરૂવારે તેને બિન-વરણી પ્રાપ્ત મલેશિયાના ડૈરન લ્યૂએ હરાવી દીધો. 

પાંચમી રેન્કિંગ પ્રાપ્ત શ્રીકાંતે ગત વર્ષે ચાર ટાઇટલ પોતાના નામે કર્યા હતા. આ મેચમાં શ્રીકાંતને સીધા સેટમાં 18-21, 18-21 હારનો સામનો કરવો પડ્યો. પૂર્વ વિશ્વ નંબર 10 આ મેચ માત્ર 41 મિનિટમાં પોતાના નામે કરી લીધો. 

લંડન ઓલંમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર સાઇના નેહવાલે પોતાનો મેચ જીતીને આગામી રાઉન્ડમાં જગ્યા બનાવી. મહિલા સિંગલ્સના પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચમાં તેણે થાઇલેન્ડની રતચાનોક ઇંતાનોનને સીધી ગેમ્સમાં હરાવી.

સાઇનાએ 2015 અને 2017માં આ ટૂર્નામેન્ટમાં ક્રમશઃ સિલ્વ અને બ્રોન્ઢ મેડલ જીત્યો હતો. તેણે આ મેચ 21-16, 21-19થી જીતી. ક્વાર્ટર ફાઇનલમાં તેનો મુકાબલો ઓલંમ્પિક ચેમ્પિયન બે વારની વર્લ્ડ ચેમ્પિયન સ્પેનની કૈરોલિના મારિનને સામે થશે. 

સાઇનાએ મેચ બાદ કહ્યું, આ જીત ખૂબ મહત્વપૂર્ણ છે. તે (ઇંતાનોન) સારી ખેલાડી છે, તે વાપસી કરવા માટે જાણીતી છે. બીજો સેટ મારા પક્ષમાં જઈ રહ્યો હતો પરંતુ તેણે શાનદાર વાપસી કરી અને સ્કોર 19-19 સુધી પહોંચાડી દીધો. આ સમયે ગોપી સરે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. તેમણે મને જણાવ્યું કે શું કરવું છે અને મેં તેમ જ કર્યું અને મેચ મારા પક્ષમાં આવી ગયો. 

આ પહેલા ભારતીય મિક્સ્ડ ડબલ્સ જોડી સાત્વિક સાઇરાજ અને અશ્વિની પોનપ્પાએ પણ જીત મેળવી. તેમણે વિશ્વની સાતમાં નંબરની મલેશિયાઇ જોડી ગો સૂન હુઆત અને શેવન જૈમી લીને હરાવી. આ જોડીએ 20-22, 21-14, 21-16 જીત હાસિલ કરી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news