વિશ્વ કપ 2019: આજે બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર, આ હોઈ શકે છે પ્લેઇંગ 11

પોતાની પ્રથમ મેચ જીતી ચુકેલી બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડની ટીમ આજે બીજા મુકાબલામાં આમને-સામને ટકરાશે. 
 

વિશ્વ કપ 2019: આજે બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર, આ હોઈ શકે છે પ્લેઇંગ 11

લંડનઃ વિશ્વ કપ ક્રિકેટ 2019માં બુધવારે બે મેચ રમાવાની છે. પ્રથમ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જ્યારે બીજી મેચ બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આપણે અહીં બીજી મેચની વાત કરીએ. બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડનો મુકાબલો લંડનના કેનિંગ્ટન ઓવલમાં ભારતીય સમયાનુસાર સાંજે 6 કલાકે રમાશે. બંન્ને ટીમે પોતાની પ્રથમ મેચમાં જીત મેળવી હતી. બાંગ્લાદેશે સાઉથ આફ્રિકાને 21 રને જ્યારે ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 10 વિકેટે પરાજય આપ્યો હતો. અહીં જાણીએ બંન્ને ટીમની પ્લેઇંગ 11 શું હોઈ શકે છે. 

બાંગ્લાદેશ- તમીમ સંપૂર્ણ ફિટ નહીં
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તમીમ ઇકબાલ ભલે આફ્રિકા વિરુદ્ધ મેદાનમાં ઉતર્યો હોય પરંતુ તે હજુ સંપૂર્ણ ફિટ થયો નથી. બાકી ટીમના અન્ય ખેલાડીઓ ફિટ છે. શાકિબ અલ હસન અને મુશ્ફિકુર રહીમ ફોર્મમાં છે. બોલિંગ પણ સારી છે. 

આ હોઈ શકે છે બાંગ્લાદેશની પ્લેઇંગ 11
તમીમ ઇકબાલ, સૌમ્ય સરકાર, શાકિબ અલ હસન, મુશ્ફિકુર રહીમ, મોહમ્મદ મિથુન, મહમૂદુલ્લાહ, શબ્બીર રહમાન, મેહદી હસન, મુશરફે મોર્તજા, મુશ્તફિઝુર રહમાન અને રૂબેલ હસન. 

ન્યૂઝીલેન્ડઃ ફાસ્ટ બોલર અસરદાર
હાલમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયસમને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ઘણીવાર મીડિયાની નજરથી દૂર રહેવું ફાયદાકારક હોય છે કારણ કે ત્યારે તમે પોતાને મોટી મેચ માટે તૈયાર કરો છે. ન્યૂઝીલેન્ડને વિશ્વકપમાં ભલે દાવેદાર ન માનવામાં આવી રહી હોય પરંતુ તેણે શ્રીલંકાને 10 વિકેટે પરાજય આપીને સાબિત કરી દીધું હતું કે તે કેટલી તૈયાર છે. ઈંગ્લેન્ડની સ્થિતિ આમ પણ તેને પસંદ છે. 

આ હોઈ શકે છે ન્યૂઝીલેન્ડની અંતિમ ઇલેવન
માર્ટિન ગુપ્ટિલ, કોલિન મુનરો, કેન વિલિયમસન, રોસ ટેલર, ટોમ બ્લંડેલ, જેમ્સ નીશામ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉદી, ઈશ સોઢી, ટ્રેન્ટ બોલ્ટ અને ફર્ગ્યુસન. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news