વર્લ્ડ કપ 2019: શ્રીલંકા સામે હાર બાદ ઈંગ્લેન્ડની મુશ્કેલીમાં વધારો
શ્રીલંકાએ વિશ્વકપ-2019ના મુકાબલામાં શુક્રવારે રોમાંચક અંદાજમાં ઈંગ્લેન્ડને હરાવી દીધું. આ હાર સાથે ઈંગ્લેન્ડની મુશ્કેલી વધી ગઈ છે.
Trending Photos
નવી દિલ્હીઃ શ્રીલંકાએ વિશ્વકપ-2019ના મુકાબલામાં શુક્રવારે રોમાંચક અંદાજમાં ઈંગ્લેન્ડને હરાવી દીધું. શ્રીલંકાએ આ પહેલા ઈંગ્લેન્ડને 2011 અને 2015ના વિશ્વકપમાં હરાવ્યું હતું. પરંતુ 1983ના વિશ્વકપમાં તેણે યજમાન ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ શુક્રવારે તેણે આ હિસાબ બરોબર કરી દીધો છે. શ્રીલંકાની ટીમને રમતી જોઈને લાગ્યું કે તે વિશ્વકપ જીતી ચુકી છે. 2019 વિશ્વકપમાં તેણે બધાને ચોંકાવતા ઈંગ્લેન્ડને 20 રને પરાજય આપ્યો છે.
નુવાન પ્રદીપે નંબર 11ના બેટ્સમેન માર્ક વુડને ઓફ સ્ટમ્પ બહાર પરફેક્ટ બોલ નાખતા વિકેટની પાછળ કેચ કરાવ્યો હતો. આ સાથે શ્રીલંકન ટીમનો જશ્ન જોવા જેવો હતો. પરંતુ બેન સ્ટોક્સ (82 નોટઆઉટ, 89 બોલ, 7 ચોગ્ગા અને 4 છગ્ગા)એ ઉસુરૂ ઉડાનાના બોલ પર ચોગ્ગા છગ્ગા ફટરારીને ઈંગ્લેન્ડની આશા જીવંત રાખી હતી.
232 રન બચાવવા સરળ કામ ન હતું પરંતુ અનુભવી ફાસ્ટર લસિથ મલિંગા 43 રન આપીને 4 વિકેટ, પાર્ટ ટાઇમ સ્પિનર ધનંજય ડિ સિલ્વા (32/3), ઇસુરૂ ઉડાના 41/2એ ઈંગ્લેન્ડને 47 ઓવરમાં 212 રનઓલઆઉટ કરીને શ્રીલંકા માટે સેમીફાઇનલનો માર્ગ ખુલ્લો રાખ્યો છે.
ઈંગ્લેન્ડને નબળી ગણણી ભૂલ હશે. તે વનડે ક્રિકેટમાં દુનિયાની નંબર વન ટીમ છે. વનડે ક્રિકેટમાં સૌથી વધુ સ્કોર તેણે બે વાર બનાવ્યો છે. તેની બેટિંગમાં ડેપ્થ છે અને બોલિંગમાં વિવિધતા છે. પરંતુ પહેલા પાકિસ્તાન અને પછી શ્રીલંકા સામે હારીને ઈંગ્લેન્ડે પોતા માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે. તેને ટૂર્નામેન્ટનું દાવેદાર માનવામાં આવી રહ્યું હતું અને તેણે છેલ્લા એક વર્ષમાં પોતાની રમતથી મહોર લગાવી હતી. ટીમ હાલમાં મુશ્કેલીમાં ભલે ન હોય પરંતુ તેની પરેશાની વધી ગઈ છે.
હાર બાદ પણ અંતિમ ચારની ઈંગ્લેન્ડની ચાવી હજુ તેના હાથમાં છે. તેણે હવે ઓસ્ટ્રેલિયા, ભારત અને ન્યૂઝીલેન્ડ સામે રમવાનું છે. આ ત્રણમાંથી બે મેચ જીતીને તે અંતિમ ચારમાં પહોંચી જશે. પરંતુ એક જીતથી પણ તે સેમીફાઇનલમાં જગ્યા બનાવી શકે છે.
જો ઈંગ્લેન્ડે પાકિસ્તાન અને શ્રીલંકા સામે મેચ ન ગુમાવી હોત તો તેનો માર્ગ આસાન રહ્યો હોત. આ ત્રણેય ટીમો ઈંગ્લેન્ડ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. જો ઈંગ્લેન્ડ ત્રણેય મેચ ગુમાવે તો અંતિમ-4ની તેની રાહ મુશ્કેલ બની શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે