છેલ્લા વિશ્વકપમાં ખૂંખાર બન્યો આ વિદેશી ખેલાડી : રોહિતનો રેકોર્ડ ખતરામાં, કોહલી, રૂટ અને રિચર્ડ્સ પાછળ

Quinton de Kock News: સાઉથ આફ્રિકાનો ઓપનર ડિ કોક વિશ્વકપમાં ધમાલ મચાવી રહ્યો છે. ડિ કોકે વિશ્વકપ 2023માં ચોથી સદી ફટકારી ઈતિહાસ રચી દીધો છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બુધવારે પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઈ રહેલી વિશ્વકપ મેચમાં સાઉથ આફ્રિકાના ઓપનર ડિ કોકે ટૂર્નામેન્ટમાં પોતાની ચોથી સદી ફટકારી હતી. 
 

છેલ્લા વિશ્વકપમાં ખૂંખાર બન્યો આ વિદેશી ખેલાડી : રોહિતનો રેકોર્ડ ખતરામાં, કોહલી, રૂટ અને રિચર્ડ્સ પાછળ

પુણેઃ ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારીને ક્વિન્ટન ડી કોક વર્લ્ડ કપના ખાસ બેટ્સમેનોમાંનો એક બની ગયો છે. દક્ષિણ આફ્રિકાના ડી કોકે બુધવારે ન્યૂઝીલેન્ડ સામે 114 રનની ઇનિંગ રમી હતી. આ સાથે તેણે વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે વિરાટ કોહલી, જો રૂટ, વિવિયન રિચર્ડ્સ જેવા બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે. ક્વિન્ટન ડી કોકે વર્લ્ડ કપ 2023માં ચોથી વખત સદી ફટકારી છે. હવે વિશ્વ કપમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલામાં વિશ્વનો માત્ર એક જ બેટ્સમેન તેનાથી આગળ છે. આ બેટ્સમેન બીજું કોઈ નહીં પણ ભારતનો કેપ્ટન રોહિત શર્મા છે.

બુધવારે પુણેમાં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડી કોકે 116 બોલમાં 114 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 10 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ સાથે ક્વિન્ટન ડી કોક વર્લ્ડ કપ 2023માં 500થી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે આ વર્લ્ડ કપની 7 મેચમાં 77.85ની એવરેજ અને 112.60ની સ્ટ્રાઈક રેટથી 545 રન બનાવ્યા છે. જેમાં 4 સદી સામેલ છે.

ICC ODI વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. રોહિત શર્માએ વર્લ્ડ કપ 2019માં 5 સદી ફટકારી હતી. જ્યારે ક્વિન્ટન ડી કોકે હવે વર્લ્ડ કપ 2023માં 4 સદી ફટકારી છે. જો ડી કોક બીજી સદી ફટકારશે તો તે રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરશે.

જો વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાની વાત કરીએ તો તેમાં પણ રોહિત શર્મા નંબર-1 છે. રોહિત શર્માએ વર્લ્ડ કપ ઈતિહાસમાં સૌથી વધુ 7 સદી ફટકારી છે. સચિન તેંડુલકર અને ડેવિડ વોર્નર 6-6 સદી સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને છે. કુમાર સંગાકારા અને રિકી પોન્ટિંગના નામે 5-5 સદી છે. ક્વિન્ટન ડી કોક સહિત 6 બેટ્સમેનોએ 4-4 સદી ફટકારી છે. જેમાં સૌરવ ગાંગુલી, એબી ડી વિલિયર્સ, માર્ક વો, તિલકરત્ને દિલશાન અને મહેલા જયવર્દનેનો સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news