કોરોના સામે લડવું News

ગુજરાત કોરોના સાથે અનેક બાબતે સ્વનિર્ભર, વેન્ટિલેટર, પીપીઇ કીટ સહિતનાં જાતે જ બને છે
કોરોના માહામારી સાથેની લડતમાં ગુજરાત આજે દેશમાં ખુબ જ અગ્રેસર રહ્યું છે, કારણ કે કોરોનાને લગતા મોટાભાગના સાધનો બાબતે ગુજરાત સ્વનિર્ભર છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કોરોના દર્દીની સારવાર માટે સૌથી મહત્વનું સાધન વેન્ટિલેટર છે. ગુજરાતની જ એક કંપની રોજનાં 100 વેન્ટિલેટરનું ઉત્પાદન કરી રહ્યું છે. ગુજરાતને 10 જ દિવસમાં 1000 વેન્ટિલેટર પુરા પાડવાની છે. બીજી તરફ એન 95  માસ્ક કોરોના વાયરસને અટકાવવા માટે સૌથી ઉપયોગી છે. રાજ્યની બે કંપનીઓ પીપીઇ (પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ) કીટનું પણ નિર્માણ ચાલી રહ્યું છે. આમ કોરોનાને અટકાવવા માતે ગુજરાત અનેક બાબતોમાં સ્વનિર્ભર બન્યું છે.
Apr 6,2020, 19:23 PM IST

Trending news