ગુજરાત આગાહી News

ઓગસ્ટમાં અંબાલાલની ભૂક્કા બોલાવી દે તેવી આગાહી, આ વિસ્તારોમા થશે 10 ઈંચ સુધીનો વરસાદ
Ambalal Patel heavy rainfall forecast: આગામી 72 કલાકમાં ગુજરાત કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આપી છે.  2 થી 4 ઓગસ્ટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વીય બંગાળની ખાડીમાં દીપ ડિપ્રેશન વિરાટ બનતા તેનો માર્ગ ઉત્તર પશ્ચિમ ભારત તરફ રહેવાની શક્યતા દર્શાવી છે. અરબસાગરના ભેજ અને પશ્ચિમ ભારતમાં ફુંકાતા ભારે ભેજવાળા પવનના લીધે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા બતાવી છે. બંગાળના ઉપસાગરના દીપ ડિપ્રેશનના લીધે મધ્ય ભારત,  રાજસ્થાન, ઉત્તર ગુજરાત, કચ્છના કેટલાક ભાગો, પંચમહાલના કેટલાક  ભાગો અને, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. 
Aug 1,2023, 19:53 PM IST

Trending news