ગુજરાતમાં વાવાઝોડું ભૂક્કા કાઢશે કે નહીં? અંબાલાલ પટેલે કહ્યું કે 30 તારીખ પછી તો....
Ambalal Patel heavy rain: કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આવતીકાલે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં ખસી જશે. અરબી સમુદ્ર ખસી આ સિસ્ટમ ચક્રવાત બની શકે છે.
Trending Photos
Ambalal Patel heavy rain prediction: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એક ભયાનક આગાહી કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ડિપ ડિપ્રેશનના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આવતીકાલે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં ખસી જશે. અરબી સમુદ્ર ખસી આ સિસ્ટમ ચક્રવાત બની શકે છે. જેના કારણે 100 કિ.મીથી વધુ ઝડપે પવન ફુંકાવવાની શક્યતા રહેલી છે.
જ્યારે કચ્છના ભાગોમાં 60થી 65 કિ. મી ઝડપી પવન ફુંકાશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં 35થી 40 કિ.મી ઝડપે પવન ફૂંકાઇ શકે છે. હાલમાં કચ્છના વિસ્તારમાં સર્જાયેલું ડિપ ડિપ્રેશન 30 તારીખ પછી ચક્રવાતનું સ્વરૂપ લઈ શકે છે. આ પરિસ્થિતિમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. જોકે, અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ તોફાન ઓમાન કે પાકિસ્તાન તરફ ફંટાઈ જવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ વાવાઝોડું સીધી રીતે ગુજરાતને અસર નહીં કરે, પરંતુ ભારે પવન નુકસાન પહોંચાડી શકે છે. આ વખતે જમીનના ભાગોમાં ડિપ ડિપ્રેશન બન્યું છે, જે સામાન્ય રીતે લો પ્રેશર સર્જાયા બાદ ચક્રવાતમાં પરિવર્તિત થાય છે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને ભારે પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. ભારે પવનના કારણે કપાસના પાકો અને બાગાયતી પાકોને નુકસાન થવાની શક્યતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે