ઘાતક હૂમલો

પાલિતાણા: પોલીસ કર્મચારી પર ઘાતક હુમલાથી ચકચાર

પાલિતાણા તાલુકાનાં રાજસ્થળી ગામે પોલીસ કર્મચારી પર હુમલો થયો હતો. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી દિવસે દિવસે કથળતી જઇ રહી છે. જુની અદાવતની દાઝ રાખીને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ અનિલ પરમાર પર હુમલો કરવામાં આવ્યો હતો. તીક્ષ્ણ હથિયાર દ્વારા હુમલો કરવામાં આવતા પોલીસ કર્મચારીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે હુમલો એટલો ઘાતક છે કે વધારે હુમલા માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવે તેવી શક્યતા છે. પાલિતાણા રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી ચુકી છે. 

Feb 7, 2020, 11:12 PM IST