Ahmedabad News: ભૂમાફિયાની ચૂંગાલમાં ફસાયેલા અમદાવાદના ચંડોળા તળાવને મુક્ત કરવા માટે થોડા દિવસ પહેલાં ઓપરેશન ક્લીન ચંડોળા હાથ ધરાયું હતું. લલ્લા બિહારી સહિતના ઘણા લોકોના ગેરકાયદે બાંધકામોને તોડી પડાયા હતા. હવે બાકીના વિસ્તારને સાફ કરવા માટે ફરી ઓપરેશન ક્લીન ચંડોળા 2 શરૂ થયું છે. ત્યારે દાદાના બુલડોઝર સામે ચંડોળાના દબાણો કેવી રીતે ધ્વસ્ત થયા. ચાલો જાણીએ.
AMC Bulldozer Operation: કાળી કમાણીનો કિંગ મહેમુદ પઠાણ ઉર્ફે લાલા બિહારી ગેરકાયદેસર રીતે ફાર્મ હાઉસ બનાવ્યું હતું. તેણે ગેરકાયદેસર ભારત આવતા બાંગ્લાદેશીઓને ફાર્મહાઉસમાં આશરો આપતો હતો. તે ફાર્મ હાઉસમાં ગેરકાયદે પ્રવૃતિ ચલાવતો હતો. આલિશાન ફાર્મ હાઉસમાં મહિલાઓનું શોષણ કરતો હતો.
ડિમોલિશનની શરૂઆત મહેમુદ પઠાણ ઉર્ફે લલ્લુ બિહારીના ફાર્મથી કરવામાં આવી હતી. દબાણ માફિયા લલ્લુ બિહારીના ફાર્મ હાઉસ પર AMCની ટીમ અને અમદાવાદ ક્રાઈમબ્રાંચની ટીમ પહોંચી હતી.
AMC Bulldozer Operation: અમદાવાદના ઐતિહાસિક ચંડોળા તળાવ પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. દમદાર કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ આ કાર્યવાહી ખુબ જ જરૂરી હતી. કારણ કે તળાવની આસપાસ મોટા પાયે અતિક્રમણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે. ત્યારે મનમાં એક સવાલ ઉભો થાય છે કે કાર્યવાહીની જરૂર કેમ પડી? પોલીસના ચોપડે નોંધાયેલા કેટલાક ગુના અને ચોંકાવનારા ખુલાસાને જાણીએ.
AMC Bulldozer Operation: મિની બાંગ્લાદેશ તરીકે ઓળખતા ચંડોળા તળાવના આસપાસના વિસ્તાર પર આજે બુલડોઝર સ્ટ્રાઈક શરૂ થઈ ગઈ છે. ચંડોળા તળાવની આસપાસનો વિસ્તાર 1200 હેક્ટર જમીન પર ફેલાયેલો છે. અહીં ઘણા વર્ષોથી પશ્ચિમ બંગાળથી આવેલા મુસ્લિમો વસે છે, અને આ વિસ્તારમાં કેટલાક બાંગ્લાદેશી મુસલમાનો પણ રહે છે.
શહેરમાંથી બિનકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓની SOG દ્વારા અટકાયત કરવામાં આવી છે. CAA લાગુ થયા બાદનો આ પ્રથમ કિસ્સો હસે કે જેમાં સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપની બે ટીમ દ્વારા શહેરનાં ચંડોળા તલાવ અને તેનીઆસપાસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. 11 બાંગ્લાદેશીઓને ઝડપી લેવામાં આવ્યા. SOGનાં આસિસ્ટન્ટ કમિશ્નર બી.સી સોલંકીએ જણાવ્યું કે, ઝડપાયેલા તમામ બાંગ્લાદેશીઓ મજૂરી કામ કરતા હતા. તેઓ ભારતીય નાગરિક હોવાનાં કોઇ જ પુરાવા રજુ કરી શક્યા નથી. પોલીસ પોલીસ તેમને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે.
જાવેદ સૈયદ/અમદાવાદ અમદાવાદના અતિ ગીચ અને બાંગ્લાદેશીઓ વસવાટ કરતો વિસ્તાર એવા ચંડોળામાં વેહલી સવારે 4 થી 5 વાગ્યાના અરસામાં ભયાનક આગનો બનાવ બન્યો હતો. .આગ એટલી ભયાનક હતી કે, આગમાં ત્યાંના 40 જેટલા ઝુંપડા બળીને ખાક થઈ ગયા હતા. આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડની 15થી વધારે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગના બનાવની જાણ થતાં ઇસનપુર પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પોહચ્યો હતો. 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.