પ્રાણીઓ News

પોરબંદરમાં રખડતા ઢોર બન્યા માથાનો દુખાવો
રાજ્યભરમાં કોઈ પણ શેરી-ગલી કે રસ્તા પર આપ નજર કરો એટલે રસ્તે રખડતા ઢોર ડેરો જમાવીને બેઠલા નજરે ચડશે. તેમાં પણ આખલાઓ દ્વારા જાહેર રસ્તાઓ પર ખેલાતા યુદ્ધના કારણે અનેક લોકો હોસ્પિટલના બિછાનેથી લઈને મોતના મુખ સુધી પહોંચ્યા છે. પોરબંદરમાં રખડતા ઢોર લોકોના માથાનો દુખાવો બન્યા છે. રસ્તે ફરતા રેઢિયાળ ઢોરોને કારણે હવે પ્રજાજનો તો પરેશાન બન્યા છે, ત્યારે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જિલ્લાની ચાર નગરપાલિકા વિસ્તારમા જાહેરનામુ બહાર પાડવામા આવ્યું છે. પોરબંદર જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તારમાં ઢોરને ખુલ્લા મુકવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ માટે નગરપાલીકાના સત્તાવાળાઓએ કાર્યવાહી કરવાની રહેશે તેવો હુકમ પણ કરવામાં આવ્યો છે પરંતુ હકીકત અલગ જ જોવા મળી રહી છે કારણ કે શહેરમાં પાલિકા દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામા નથી આવી રહી.
Oct 17,2019, 10:51 AM IST

Trending news